દિગ્ગજ મહિલા નેતાએ ચૂંટણી પહેલા વધારી કોંગ્રેસની ચિંતા, કાર્યકર્તાઓ પણ અસમંજસમાં
Haryana Assembly Elections 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પ્રચારથી દૂર રહ્યા પછી કુમારી શૈલજા કરનાલમાં રાહુલ ગાંધીની રેલીમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ કુમારી શૈલજાએ ફતેહાબાદમાં પણ પ્રચાર કર્યો હતો. આવી સ્થિતિમાં કહેવામાં આવી રહ્યો છે કે, ટિકિટ ફાળવણી બાદ કુમારી શૈલજા ખુશ છે. પરંતુ તાજેતરની ઘટના પરથી એવું બિલકુલ લાગતું નથી અને હાલ શૈલજા પાર્ટીના મુખ્ય કાર્યક્રમોમાં હાજરી આપી રહી નથી.
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના લોન્ચિંગમાં શૈલજા હાજર ન રહી
કોંગ્રેસ પાર્ટીએ શનિવારે સવારે ચંદીગઢમાં પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. આ કાર્યક્રમમાં કુમારી શૈલજા ઉપરાંત રણદીપ સુરજેવાલાએ અંતર જાળવી રાખ્યું હતું. ચૂંટણી ઢંઢેરાના કાર્યક્રમ દ્વારા ફરી એકવાર કોંગ્રેસની જૂથબંધી સ્પષ્ટ થઈ ગઈ છે. મહત્વની વાત એ છે કે, શનિવારે શૈલજાના ચંદીગઢથી માત્ર 40 કિલોમીટર દૂર કાલકા અને 15 કિલોમીટર દૂર પંચકુલામાં કાર્યક્રમ છે. પરંતુ તેમ છતાં તે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના લોન્ચિંગમાં હાજર રહી ન હતી.
રાહુલ ગાંધીની રેલીમાં જોડાયા
12 સપ્ટેમ્બરે ટિકિટ ફાળવણી માટેની અંતિમ યાદી બહાર આવી ત્યારથી કોંગ્રેસ પાર્ટીના કુમારી શૈલજા નારાજ જોવા મળી રહ્યા હતા. તેમણે લગભગ 14 દિવસ હરિયાણાથી દૂર રહ્યા. પરંતુ 26 સપ્ટેમ્બરે તેમણે અસંધમાં રાહુલ ગાંધીની રેલીમાં જોડાયા. આ દરમિયાન મંચ પર તેમના સંબોધન દરમિયાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાનું નામ લેવામાં આવ્યું હતું. તેવામાં રાહુલ ગાંધી સાથે વાતો કરતા નજરે ચડ્યા હતા. આવી સ્થિતિમાં એવું માનવામાં આવ્યું હતું કે, શૈલજાની નારાજગી દૂર થઈ. પરંતુ હુડ્ડા જ્યાં હાજર છે તે કાર્યક્રમમાં શૈલજા જઈ રહી નથી.