Get The App

હરિયાણા: કોંગ્રેસના MLA સુરેન્દ્ર પંવાર અને INLD નેતા દિલબાગ સિંહ પર EDનો સકંજો, ગેરકાયદેસર ખાણકામ મામલે 20 સ્થળો પર દરોડા

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
હરિયાણા: કોંગ્રેસના MLA સુરેન્દ્ર પંવાર અને INLD નેતા દિલબાગ સિંહ પર EDનો સકંજો, ગેરકાયદેસર ખાણકામ મામલે 20 સ્થળો પર   દરોડા 1 - image


Image Source: Twitter

- દરોડા દરમિયાન કેન્દ્રીય સુરક્ષા દળના જવાનોને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા

સોનીપત, તા. 04 જાન્યુઆરી 2023, ગુરૂવાર

EDએ આજે હરિયાણાના યમુનાનગર જિલ્લામાં કથિત ગેરકાયદેસર ખાણકામ સાથે સબંધિત મની લોન્ડરિંગ હેઠળ હરિયાણા કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર અને પૂર્વ INLD ધારાસભ્ય દિલબાગ સિંહ અને અન્ય કેટલાક ઠેકાણા પર દરોડા પાડ્યા છે.

બંને નેતાઓના 20 ઠેકાણા પર સર્ચ ઓપરેશન

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ યમુનાનગર, સોનીપત, મોહાલી, ફરીદાબાદ, ચંડીગઢ અને કરનાલ બંને રાજનેતાઓ અને સબંધિત સંસ્થાઓના 20 ઠેકાણા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 

મની લોન્ડરિંગનો મામલો યમુનાનગર અને આસપાસના જિલ્લાઓમાં થયેલા કથિત ગેરકાયદેસર ખાણકામની તપાસ કરવા માટે નોંધવામાં આવેલી હરિયાણા પોલીસની અનેક FIRથી સામે આવ્યો છે.

EDની અલગ-અલગ ટીમ આજે સવારે સોનીપત પહોંચી હતી અને ધારાસભ્ય સુરેન્દ્ર પંવારના સેક્ટર-15 સ્થિત આવાસ ઉપરાંત અન્ય સ્થાનો પર તપાસ શરૂ કરી હતી. ટીમે ખાણકામ અને અન્ય મામલા સાથે સબંધિત દસ્તાવેજ પણ શોધ્યા હતા. 

કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવારનો હરિયાણા અને રાજસ્થાનમાં ખાણકામનો વ્યવસાય છે. આ મામલે ED પાસે ગેરરીતિની ફરિયાદ પહોંચી હતી જેમાં EDએ હવે તપાસ હાથ ધરી છે. ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર પણ પોતાના નિવાસસ્થાને હાજર છે. દરોડા દરમિયાન કેન્દ્રીય સુરક્ષા દળના જવાનોને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે.


Google NewsGoogle News