ઘરે બોલાવી સંબંધ બનાવ્યા અને પછી વીડિયો...: હિમાની નરવાલ કેસમાં આરોપીનો દાવો
Haryana Congress Leader Himani Narwal: હરિયાણામાં કોંગ્રેસ નેતા હિમાની નરવાલના હત્યા કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એવા અહેવાલો છે કે આરોપીએ ગુનો કબૂલી લીધો છે. તેમજ આરોપીએ દાવો કર્યો છે કે શારીરિક સંબંધો બાંધ્યા બાદ તેને વીડિયો દ્વારા બ્લેકમેલ કરવામાં આવતો હતો. જોકે પોલીસે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. શનિવારે રોહતકમાં હિમાનીનો મૃતદેહ એક સૂટકેસમાંથી મળી આવ્યો હતો.
હિમાનીએ વીડિયો બનાવીને બ્લેકમેલ કર્યો
અત્યાર સુધીની પૂછપરછમાં સચિને આ હત્યા અંગે ઘણા સનસનીખેજ દાવા કર્યા છે. તેણે પોલીસને જણાવ્યું કે, 'હું અને હિમાની એક વર્ષ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્ર બન્યા હતા. આ પછી હિમાનીએ મને ઘરે બોલાવ્યો. બંનેએ સેસંબંધ બાંધ્યો, તેનો હિમાનીએ વીડિયો બનાવી લીધો અને તેના આધારે જ મને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. હિમાનીએ મારી પાસેથી લાખો રૂપિયા વસૂલ્યા તેમ છતાં વધુ પૈસાની ડિમાન્ડ કરતા કંટાળીને મેં હત્યા કરી નાખી.'
આરોપી પરિણીત છે અને બે બાળકોનો પિતા છે
બહાદુરગઢનો સચિન કનોડા ગામમાં મોબાઈલ એસેસરીઝની દુકાન ચલાવે છે. સચિન પરિણીત છે અને તેને બે બાળકો છે. એક વર્ષ પહેલા તેની હિમાની સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા થઈ હતી. આ પછી હિમાનીએ સચિનને ઘરે બોલાવ્યો. તેની સાથે સંબંધ બાંધ્યો અને તેનો વીડિયો બનાવીને સચિનને બ્લેકમેલ કરવાનું શરુ કર્યું હતું.
આ પણ વાંચો: તાત્કાલિક બાળકો પેદા કરો: સીમાંકન વિવાદ વચ્ચે તમિલનાડુના CMની અપીલ
મોબાઈલ ચાર્જરના વાયર વડે ગળું દબાવી કરી હત્યા
આરોપી સચિને કહ્યું કે, 'આ બ્લેકમેલિંગમાં મેં હિમાનીને ત્રણ લાખથી વધુ રૂપિયા આપ્યા હતા, પરંતુ તે વધુ પૈસાની માંગ કરી રહી હતી. આથી 2 માર્ચે હિમાનીએ જયારે મને તેના ઘરે બોલાવ્યો ત્યારે તે વધુ પૈસાની માંગ કરી રહી હતી. આથી મેં તેને ઘણું સમજાવ્યું, પરંતુ હિમાની માની નહિ. આથી મેં કંટાળીને મોબાઈલના ચાર્જરના વાયર વડે તેણીનું ગળું દબાવી હત્યા તેની કરી નાખી.'
લાશને ઠેકાણે લગાવવા બાબતે ખુલાસો કર્યો
આ હત્યા બાદ લાશને ઠેકાણે લગાવવા બાબતે ખુલાસો કરતા સચિને કહ્યું કે, 'હત્યા કર્યા બાદ હું લાશને ત્યાં જ મૂકીને બહાદુરગઢના કનોડા ગામમાં આવેલી મારી દુકાને ગયો હતો. ત્યારબાદ હિમાનીની લાશને ઠેકાણે લગાવવા હું ફરી હિમાનીના ઘરે ગયો અને સૂટકેસમાં લાશને લઇ ગયો. સૂટકેસ લઈને પહેલા રિક્ષામાં અને પછી બસ દ્વારા સાંપલા સ્ટેન્ડ સુધી ગયો. ત્યાં મેં સૂટકેસ ફેંકી દીધી અને ભાગી ગયો.
રાહદારીઓએ આ સૂટકેસની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સૂટકેસ ખોલતા કોંગ્રેસ નેતા હિમાની નરવાલની લાશ મળી. હિમાની હત્યા કેસની તપાસ કરી રહેલી પોલીસ ટીમ આજે પ્રેસ કોન્ફરન્સ કરશે, જેમાં હત્યા સાથે જોડાયેલા અન્ય ઘણા મોટા ખુલાસા થશે.