હરિયાણા : મેળામાં જતા સમયે કાર કેનાલમાં ખાબકી, એક જ પરિવારના 8 લોકોના કમકમાટી ભર્યા મોત, 2-2 લાખની સહાય જાહેર
Haryana Car Accident : હરિયાણામાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં એક કાર કેનાલમાં ખાબકતાં એક જ પરિવારના 8 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. કેથલ જિલ્લામાં દશેરાના દિવસે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કેનાલમાં કાર ખાબકતા કારમાં સવાર ત્રણ મહિલાઓ અને ચાર બાળકીઓ સહિત પરિવારના 8 સભ્યોના મૃત્યુ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારના 8 સભ્યો સહિત 9 લોકો કારમાં સવાર હતા. તેઓ દશેરા પર આયોજિત બાબા રાજપુરી મેળામાં જઈ રહ્યા હતા. કાર ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા કાર મુંદરી ગામ નજીક કેનાલમાં ખાબકી ગઈ.
એક જ પરિવારના 8 લોકોના કમકમાટી ભર્યા મોત
પોલીસે જણાવ્યું કે ડ્રાઈવરનો બચાવ થયો છે. પરંતુ વાહનમાં સવાર અન્ય 8 લોકો ડૂબી ગયા છે. મૃતકોની ઓળખ સતવિંદર (50), ચમેલી (65), તીજો (45), ફિઝા (16), વંદના (10), રિયા (10), કોમલ (12) અને રમનદીપ (6) તરીકે થઈ છે. તમામ કૈથલના ડીગ ગામના રહેવાસી હતા. પરિવારના તમામ સભ્યો મેળો જોવા જતા હતા.
પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું અને સહાય જાહેર કરી
કૈથલમાં બનેલી આ દુર્ઘટના પર વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે X પર એક પોસ્ટ કરતા લખ્યું કે, હરિયાણાના કૈથલમાં બનેલી રોડ દુર્ઘટના હચમચાવી દેનારી છે. જેમાં જીવ ગુમાવનારાના પીડિત પરિજનો પ્રત્યે મારી સંવેદનાઓ. ઈશ્વર તેમને આ પીડા સહન કરવાની શક્તિ આપે. રાજ્ય સરકારની દેખરેખમાં સ્થાનિક તંત્ર ઘટના સ્થળ પર તમામ સંભવ મદદ માટે લાગ્યું છે. આ સાથે વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી છે. હરિયાણાના કૈથલમાં દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે.
The Prime Minister has approved an ex-gratia of Rs. 2 lakhs from PMNRF for the next of kin of each deceased in the mishap in Kaithal, Haryana. The injured would be given Rs. 50,000 each. https://t.co/E08nJ99zS5
— PMO India (@PMOIndia) October 12, 2024
મુખ્યમંત્રી સૈનીએ દુઃખ વ્યક્ત કર્યું
હરિયાણાના મુખ્યમંત્રીએ પણ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે X પર પોસ્ટ કરતા લખ્યું કે, ગામ ડીગથી ગુહણામાં રવિદાસ ડેરામાં દશેરાની પૂજા કરવા જઈ રહેલા એક જ પરિવારના આઠ લોકોના અકસ્માતમાં મૃત્યુ થવાની દુર્ઘટન દુઃખદાયક છે. પ્રભુ શ્રીરામ દિવંગત આત્માઓને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે. શોકાકુળ પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ. જિલ્લા તંત્રના અધિકારીઓને મદદ, રાહત કાર્યના આદેશ આપ્યા છે.
સ્થાનિકો ત્વરિત દોડી આવ્યા હતા
માહિતી અનુસાર જેવી જ લોકોને અકસ્માતની જાણ થઈ કે સ્થાનિકો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જોકે અત્યાર સુધી કારમાં હાજર તમામ લોકો જીવ ગુમાવી ચૂક્યાના અહેવાલ છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગાડીના નંબરની જાણ થઇ કે મૃતકો ઝઝ્ઝરના રહેવાશી છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યાનુસાર, કાર ચાલકની સ્પીડ વધુ હતી અને જેના લીધે ડ્રાઈવરે કાર પર કાબુ ગુમાવી દીધો હતો અને કાર કેનાલમાં ખાબકી હતી. લોકોએ દોરડા અને અન્ય સાધનો વડે બચાવ કામગીરી શરૂ કરી હતી. કાર કેનાલમાંથી બહાર આવી ત્યારે તેમાં આટ લોકોના મૃત્યુ થયા હતા.
આ પણ વાંચો: દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે પર ખાડાના લીધે કારે ગુલાટ ખાધી, પિતા-પુત્ર અને પુત્રીનું મોત, 2ને ઇજા