Get The App

ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખ બદલવા કરી માંગ, 'મિની વેકેશન' હોવાનો આપ્યો તર્ક

Updated: Aug 24th, 2024


Google News
Google News
Hariyana BJP



Haryana Assembly Election: હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર એક જ તબક્કામાં પહેલી ઓક્ટોબરે મતદાન થવાનું છે. જ્યારે ચોથી ઓક્ટોબરે મતગણતરી કરવામાં આવશે. જો કે, હવે ભાજપ દ્વારા મતદાનની તારીખ બદલવા માંગ કરવામાં આવી છે. હરિયાણા ભાજપના પ્રદેશ પ્રમુખ મોહન લાલ બડોલીએ પત્ર લખીને તારીખ બદલવા માંગ કરી છે. ભાજપનું કહેવું છે કે જે દિવસે મતદાન થવાનું છે તેની પહેલા અને પછી રજાઓ હોવાથી મતદાન ઓછું થવાની આશંકા છે.

ભાજપે ચૂંટણી પંચને લખ્યો પત્ર

હરિયાણાના ભાજપ અધ્યક્ષ મોહન લાલ બડોલીએ ચૂંટણી આયોગને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે ઓછું મતદાન થવાની શક્યતાના આધારે તેમણે ચૂંટણી પંચ અને હરિયાણાના મુખ્ય ચૂંટણી કમિશનરને મતદાનની તારીખ બદલવા માંગ કરી છે.

આ પણ વાંચોઃ અમે અનામત પરથી 50 ટકાની સીમા હટાવી દઇશું: રાહુલ ગાંધીએ જાતિગત વસ્તી ગણતરીની કરી માંગ

તેમણે પત્રમાં લખ્યું કે, 'પહેલી ઓક્ટોબર પહેલાં અને પછી ઘણી રજાઓ આવે છે. આ રજાઓમાં લોકો બહાર ફરવા જઇ શકે છે. જેની અસર મતદાન પર પડી શકે છે અને મતદાન ઓછું થઇ શકે છે માટે મતદાન તારીખ બદલવામાં આવે.'

INLD એ પણ તારીખ બદલવાની માંગ કરી

ભાજપ બાદ ઇન્ડિયન નેશનલ લોકદલ INLD એ પણ હરિયાણ વિધાનસભા ચૂંટણીની તારીખ બદલવા માંગ કરી છે. અભય સિંહ ચોટાલાએ ચૂંટણી પંચને પત્ર લખી આ અંગે માંગ કરી છે.

તેમણે પત્રમાં લખ્યું કે, 'હરિયાણા રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા 5 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 1 ઓક્ટોબરે મતદાન અને 4 ઓક્ટોબર મત ગણતરી થશે. હું તમારા ધ્યાને લાવવા માંગુ છું કે મતદાન દિવસ 2 તારીખ પહેલાં છે. 28-29 તારીખે વિકેન્ડ છે. પહેલી તારીખે પણ મતદાનની રજા છે. બીજી અને ત્રીજી તારીખે પણ જાહેર રજાઓ છે. સામાન્ય રીતે લોકો લાંબા વિકેન્ડ પર ફરવા જાય છે તેથી વોટિંગ ટકાવારી પર નિશ્ચિત રૂપે અસર પડશે અને વોટિંગ ટર્નઆઉટ 15થી 20 ટકા ઘટવાની સંભાવના છે... તમારાથી માંગ છે કે કૃપા કરીને મતદાન તારીખ એક અઠવાડીયા સુધી અથવા તેનાથી વધુ લંબાવવામાં આવે.'

એક ઓક્ટોબર પહેલા અને પછી ઘણી રજાઓ

મોહન લાલ બડોલીએ તેમના પત્રમાં ઉલ્લેખ કર્યો કે, '28 તારીખે શનિવાર અને 29 તારીખે રવિવાર છે, 30 તારીખે વચ્ચે સોમવાર એટલે કે વર્કિંગ ડે છે અને 1 ઓક્ટોબર મંગળવારે મતદાન થશે. જ્યારે 2 ઓક્ટોબરે ગાંધી જયંતીની રજા છે અને 3 ઓક્ટોબરે અગ્રસેન જયંતીની રજા છે. આવી પરિસ્થિતિમાં 6 દિવસનું લાંબુ વિકેન્ડ હોવાને લીધે લોકો રજાઓ પર જઇ શકે છે. લોકસભા ચૂંટણી બાદ ચૂંટણી પંચે કહ્યું હતું કે અમે આ ચૂંટણીથી સીખ મેળવી છે કે ભારે ગરમીમાં ચૂંટણી અને સપ્તાહના અંતે મતદાન નહીં કરાવવું જોઇએ.'

આ પણ વાંચોઃ મહિલાઓને ગિફ્ટમાં કપડાં-ઘડિયાળ આપનાર ભાજપ ધારાસભ્યને ચૂંટણી પંચે ફટકારી નોટિસ, જાણો કારણ

તેઓએ હાર સ્વિકારી લીધીઃ કોંગ્રેસ

હરિયાણાના પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા એ આ અંગે કહ્યું કે, 'ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે અને આ જાહેરાતને એક અઠવાડિયાથી વધુ સમય થઇ ગયું છે. આનો અર્થ એ છે કે તેઓ ચૂંટણી ટાળવા માંગે છે. તેઓ હાર સ્વિકારી રહ્યા છે અને અમે ઇચ્છીએ છે કે ચૂંટણી પંચ સમયસર ચૂંટણી કરાવે કારણ કે લોકો નથી ઇચ્છતા કે વર્તમાન સરકાર એક દિવસ પણ સત્તામાં રહે.'

Tags :
Haryana-Assembly-ElectionBJP-date-change-requestHaryana-electionVoter-turnout-concernsHaryana-BJP-chiefMohan-Lal-BadoliElection-CommissionHaryana-election-2024Gujarat-Samachar

Google News
Google News