ચૂંટણી પહેલાં જ ભાજપ મુશ્કેલીમાં, પત્તું કપાતાં નારાજ વરિષ્ઠ નેતા અને ધારાસભ્યએ રાજીનામું ધર્યું

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
BJP MLA Lakshman Napa


Haryana Election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપની મુશ્કેલી વધી ગઈ છે. ફતેહાબાદના રતિયાથી ભાજપના ધારાસભ્ય લક્ષ્મણ નાપાએ ભાજપનો સાથ છોડી દેતાં રાજીનામું ધરી દીધું. તેમણે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું. 

શું છે રાજીનામાનું કારણ? 

એવી ચર્ચા છે કે આગામી ચૂંટણીમાં તેમનું પણ પાર્ટીએ પત્તું કાપી નાખતા અને ટિકિટ ન ફાળવતાં લક્ષ્મણ નાપા નારાજ હતા. ભાજપે આ વખતે રતિયા બેઠક પરથી સુનીતા દુગ્ગલને તેમની જગ્યાએ ટિકિટ ફાળવી દીધી છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં લોકસભામાં ભાજપના કાર્યકરો પોતાના સિવાયનો અન્ય એક વોટ લાવવામાં પણ નિષ્ફળ રહ્યા


અગાઉ કોણે પાર્ટી છોડી હતી? 

અગાઉ ભાજપના અન્ય એક વરિષ્ઠ નેતા શમશેર ગિલે પાર્ટીનું સભ્યપદ છોડી દીધું હતું અને તમામ ફરજોથી મુક્ત થતાં રાજીનામું આપ્યું હતું. તેમણે પણ ઉકલાના વિધાનસભા બેઠક પરથી પાર્ટી દ્વારા ખોટી ટિકિટ ફાળવણીના વિરોધમાં આ પગલું ભર્યું હતું. ગિલે કહ્યું હતું કે આ ટિકિટ ફાળવણીથી ન ફક્ત પાર્ટીને પણ સમગ્ર હરિયાણામાં ભારે નુકસાન થશે. આ સાથે તેમણે ભાજપ પર મોટો પ્રહાર કરતાં કહ્યું હતું કે હવે ભાજપ અટલ બિહારી વાજપેયીના સિદ્ધાંતવાળો પક્ષ રહ્યો નથી.

ચૂંટણી પહેલાં જ ભાજપ મુશ્કેલીમાં, પત્તું કપાતાં નારાજ વરિષ્ઠ નેતા અને ધારાસભ્યએ રાજીનામું ધર્યું 2 - image


Google NewsGoogle News