'ભાજપ પત્તું કાપશે તો કોંગ્રેસમાંથી લડીશ...' ચૂંટણી પહેલાં જ પૂર્વ દિગ્ગજ મંત્રીએ ટેન્શન વધાર્યું

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
rao-narbir-singh


Haryana elections: ટિકિટોની વહેંચણીને લઈને હરિયાણામાં પણ ભારતીય જનતા પાર્ટી (BJP)માં સંઘર્ષ ચાલી રહ્યો છે. જે બાબતે અનેક નેતાઓ ટિકિટને લઈને પોતાનું વલણ જણાવી રહ્યા છે. એવામાં પૂર્વ PWD મંત્રી નરબીર સિંહે ચૂંટણી લડવા અંગે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે.

અપક્ષ તરીકે ચૂંટણી લડીશ નહી

ગુરુગ્રામમાં નરબીર સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું, 'હું બાદશાહપુરથી ચૂંટણી લડવાનો છું. જો મને ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ મળશે તો સારું રહેશે, નહીં તો હું કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી લડીશ.' જોકે, નરબીર સિંહે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે, 'પાર્ટી (ભાજપ)માં કેટલાક લોકો મારી સાથે છે અને કેટલાક લોકો મારી વિરુદ્ધ છે.'

આ પણ વાંચો: AAP નેતાને ત્યાં વહેલી સવારે EDની ટીમ ત્રાટકી, સિસોદિયાએ કર્યા પ્રહાર, ભાજપે આપ્યો જવાબ

2019માં ભાજપે નરબીર સિંહને ટિકિટ ન આપી 

નરબીર સિંહ આ પહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળ દરમિયાન પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) મંત્રી પણ રહી ચુક્યા છે. 2014માં તેમણે બાદશાહપુર વિધાનસભાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને જીત પણ મેળવી હતી. જો કે, આ પછી આગામી ચૂંટણી (2019)માં તેમની ટિકિટ રદ કરવામાં આવી હતી.

નરબીર સિંહ કોંગ્રેસના નેતાના વેવાઈ છે 

કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીતના નિર્દેશ પર 2019ની વિધાનસભા ચૂંટણીમાં નરબીર સિંહની ટિકિટ કાપવામાં આવી હતી. ત્યારથી તેઓ આ વાતને લઈને દુખી હતા. તેમજ આ વખતે પણ એ જ પીડા સામે આવી રહી છે. નરબીર સિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાવ દાન સિંહના વેવાઈ છે. નરબીરની પુત્રીના લગ્ન રાવ દાન સિંહના પુત્ર સાથે થયા છે.

આ પણ વાંચો: NCP નેતાની હત્યાથી ચકચાર, વીજળી ગુલ કરી હુમલાખોરોએ તાબડતોબ વરસાવી ગોળીઓ

હરિયાણામાં ચૂંટણીની તારીખો જાહેર 

હરિયાણા વિધાનસભાની 90 સીટો માટે એક જ તબક્કામાં મતદાન થશે. ચૂંટણી પંચે અગાઉ 1 ઓક્ટોબરે હરિયાણામાં મતદાન યોજવાની જાહેરાત કરી હતી. જેના 4 ઓક્ટોબરે પરિણામ આવશે. પરંતુ હવે પંચે તારીખોમાં ફેરફાર કર્યો છે. હવે રાજ્યમાં 1 ઓક્ટોબરના બદલે 5 ઓક્ટોબરે મતદાન થશે. તેમજ મતગણતરી 4 ઓક્ટોબરના બદલે 8 ઓક્ટોબરે થશે.

'ભાજપ પત્તું કાપશે તો કોંગ્રેસમાંથી લડીશ...' ચૂંટણી પહેલાં જ પૂર્વ દિગ્ગજ મંત્રીએ ટેન્શન વધાર્યું 2 - image


Google NewsGoogle News