હરિયાણામાં મુખ્યમંત્રી ખટ્ટરની સાથે સમગ્ર કેબિનેટે આપ્યું રાજીનામું, ભાજપ-જેજેપી ગઠબંધન તૂટ્યું

અપક્ષ ધારાસભ્યો ભાજપના સમર્થનમાં આગળ આવ્યા

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
હરિયાણામાં મુખ્યમંત્રી ખટ્ટરની સાથે સમગ્ર કેબિનેટે આપ્યું રાજીનામું, ભાજપ-જેજેપી ગઠબંધન તૂટ્યું 1 - image


Haryana Politics : હરિયાણાની રાજનીતિમાં આજે મોટો ફેરબદલ જોવા મળ્યો છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે અને તેમની સાથે મંત્રીમંડળે પણ રાજીનામું સોંપી દીધું છે ત્યારે અપક્ષ ધારાસભ્યો ભાજપના સમર્થનમાં આગળ આવ્યા છે. આ સાથે ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (જેજેપી)નું ગઠબંધન તૂટી ગયું છે. 

દુષ્યંત ચૌટાલા અમિત શાહને મળ્યા હતા

હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ મોડી રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે એકથી બે બેઠકો માંગી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ હાઈકમાન્ડે તેમને કહ્યું કે તેમને ગઠબંધનના ભાવિ વિચાર વિશે જાણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે ચંદીગઢમાં ભાજપના ધારાસભ્યો સાથે અપક્ષ ધારાસભ્યોની બેઠકમાં ગઠબંધનમાં સામેલ જેજેપી ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.

હરિયાણા વિધાનસભાનું ગણિત શું છે?

હરિયાણામાં કુલ 90 વિધાનસભા સીટો છે. આ 90 બેઠકોમાંથી 41 ભાજપ પાસે છે. કોંગ્રેસ માટે 30 બેઠકો, ઈન્ડિયન નેશનલ લોકદળને 10, હરિયાણા લોકહિત પાર્ટીને એક અને છ અપક્ષો બેઠકો છે. હરિયાણામાં બહુમત માટે 46 ધારાસભ્યોની જરૂર છે. હરિયાણામાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જેજેપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. તે વખતે ચૂંટણીમાં ભાજપને 41 જ્યારે જેજેપીને 10 બેઠકો મળી હતી.

હરિયાણામાં મુખ્યમંત્રી ખટ્ટરની સાથે સમગ્ર કેબિનેટે આપ્યું રાજીનામું, ભાજપ-જેજેપી ગઠબંધન તૂટ્યું 2 - image


Google NewsGoogle News