Get The App

ચંડીગઢ કોનું? પંજાબ અને હરિયાણા સામસામે, ભાજપ સરકારને કોંગ્રેસનો પણ મળ્યો સાથ

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
CM Nayab Singh Saini


Haryana Assembly Session: હરિયાણા વિધાનસભામાં રાજધાની ચંડીગઢ પર નિયંત્રણનો સવાલ ઊઠાવવામાં આવ્યા હતા. પંજાબ સરકારે ચંડીગઢમાં નવું વિધાનસભા સંકુલ બનાવવાના વિરોધ કર્યો છે અને હરિયાણા વિધાનસભામાં પણ આ અંગે ચર્ચા કરવામાં આવી છે. હરિયાણા વિધાનસભામાં મંગળવારે (19મી નવેમ્બર) આ મામલે લાંબી ચર્ચા થઈ હતી અને મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું હતું કે, 'આ મામલે તમામ પક્ષોએ એક થઈને આવવું જોઈએ. ચંડીગઢમાં નવી વિધાનસભાની રચનાનો વિરોધ કરવો એ ગંભીર બાબત છે. તમે કોઈપણ પક્ષના હોય, અમને સમર્થન આપવું જોઈએ.' આ અંગે વાત કરતા પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, 'ચંડીગઢ મુદ્દે સરકારે દાવો છોડવો જોઈએ નહીં.'

કોંગ્રેસ ચંડીગઢ મુદ્દે કોંગ્રેસે ભાજપને સમર્થન આપ્યું

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા કહ્યું, 'સરકારે ચંડીગઢ પરના તેના અધિકારથી પાછળ હટવું જોઈએ નહીં. જ્યાં જમીન ફાળવવામાં આવી હોય ત્યાં જ વિધાનસભાની રચના થવી જોઈએ. તેને છીનવી ન લેવો જોઈએ.' આ ઉપરાંત પંજાબ સાથે પાણીની વહેંચણી અને હિન્દીભાષી ગામડાઓ પરના અધિકારનો મુદ્દો પણ ઉછળ્યો હતો. જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક અરોરાએ પણ કહ્યું કે, 'ચંડીગઢ પર હરિયાણાનો પણ સમાન અધિકાર છે. ચંડીગઢ બંને રાજ્યોની રાજધાની છે. જ્યાં સુધી પંજાબ આપણને અબોહર અને ફાઝિલ્કાના 107 હિન્દી ભાષી ગામો ન આપે ત્યાં સુધી આવું જ રહેશે. તેઓએ પાણીનો હિસ્સો પણ અંકુશમાં રાખ્યો છે.'

આ પણ વાંચો: VIDEO: ભૂસ્ખલન બાદ પહાડ નીચે નીકળ્યો અબજોનો ખજાનો, લૂંટવા માટે ઉમટી પડી ભીડ

કોંગ્રેસ નેતા અશોક અરોરાએ કહ્યું કે, 'નવા વિધાનસભા સંકુલના બદલામાં પંજાબને કોઈ પૈસા કે જમીન ન આપવી જોઈએ.' આ ચર્ચા પર વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણે કહ્યું કે, 'તમામ પક્ષોએ આ અંગે વિચારમંથન કરવું જોઈએ. જ્યાં સુધી સર્વપક્ષીય બેઠકમાં તેની ચર્ચા ન થાય ત્યાં સુધી વિધાનસભામાં પણ તેની ચર્ચા થઈ શકે નહીં.'

અમારી નવી વિધાનસભાની રચનાનો પણ વિરોધ કરી રહ્યા છે: નાયબ સિંહ સૈની

મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ જણાવ્યું હતુ કે, 'પંજાબના નેતાઓએ સતલજ-યમુના લિંક કેનાલના મુદ્દા પર પણ રાજનીતિકરણ થયું છે. આ ત્યારે થયું છે જ્યારે સુપ્રીમ કોર્ટે હરિયાણાના ખેડૂતોના હિતમાં ચુકાદો આપતાં કહ્યું છે કે પાણી પર તેમનો પણ અધિકાર છે. આ રીતે સુપ્રીમ કોર્ટના આદેશને ફગાવી દેવાનો મામલો દેશમાં પહેલીવાર જોવા મળી રહ્યો છે. હવે તેઓ ચંડીગઢમાં અમારી નવી વિધાનસભાની રચનાનો પણ વિરોધ કરી રહ્યા છે. સીમાંકન અહીં 2026માં યોજાશે અને તે પહેલા અમે નવી વિધાનસભાની રચના કરી રહ્યા છીએ જેથી કરીને વધુ સંખ્યામાં ધારાસભ્યોને બેસવાની વ્યવસ્થા કરી શકાય. અમે વિધાનસભામાં સર્વસંમતિથી લેવાયેલા નિર્ણય પર આગળ વધીશું.'

ચંડીગઢ કોનું? પંજાબ અને હરિયાણા સામસામે, ભાજપ સરકારને કોંગ્રેસનો પણ મળ્યો સાથ 2 - image


Google NewsGoogle News