હરિયાણા ચૂંટણી માટે ભાજપે વધુ ત્રણ ઉમેદવારને આપી ટિકિટ, હવે તમામ 90 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
BJP



Haryana Assembly Polls: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે બુધવારે (11 સપ્ટેમ્બર) ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી છે. આ સાથે ભાજપે વિધાનસભાની તમામ 90 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ત્રીજી યાદીમાં પાર્ટીએ ત્રણ ઉમેદવારના નામ જાહેર કર્યા છે, પાર્ટીએ સિરસાથી રોહતાશ જાંગરા, મહેન્દ્રગઢથી કંવર સિંહ યાદવ અને ફરીદાબાદ એનઆઈટીમાંથી સતીશ ફગનાને ઉમેદવાર બનાવ્યા છે.

અગાઉ બે યાદી જાહેર કરી હતી

હરિયાણા લોકસભા ચૂંટણી માટે ભાજપે તમામ 90 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે. અગાઉ ભાજપે પહેલી યાદીમાં 67 ઉમેદવાર જાહેર કર્યા હતા. જે પછી બીજી યાદીમાં 21 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. હવે ભાજપે ત્રીજી યાદીમાં ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરી તમામ બેઠકો પર તેના ઉમેદવારોની ઘોષણા કરી છે.

આ પણ વાંચોઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ ભાજપની 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, આ બેઠકથી લડશે CM

ભાજપમાં આંતરિક અસંતોષ

ભાજપની યાદી જાહેર થયા બાદ અનેક જિલ્લાઓમાં પાર્ટીના જૂના નેતાઓ નારાજ છે. જેમાં પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. પાર્ટીએ ઘણા પક્ષપલટુ નેતાઓને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જે પાર્ટીના દિગ્ગજ નેતાઓને પસંદ નથી આવ્યું. અત્યાર સુધી ભાજપના 20થી વધુ દિગ્ગજ નેતાઓ પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. 

હરિયાણામાં ભાજપ વિરોધી લહેર

હરિયાણામાં પાંચ ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. અહીં 10 વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ ભાજપ હવે સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહી છે. જાતિ અને અનામતના મુદ્દા ભાજપ માટે મોટા પડકાર બની ગયા છે. જનનાયક જનતા પાર્ટી (જેજેપી) સાથે ગઠબંધન તૂટ્યા બાદ ભાજપ પાસે રાજ્યમાં હવે કોઇ મજબૂત સહયોગી નથી છે. 

આ પણ વાંચોઃ હરિયાણામાં વિનેશ ફોગાટ સામે કેપ્ટન બૈરાગી મેદાનમાં, માટે ભાજપની 21 ઉમેદવારની બીજી યાદી જાહેર

હરિયાણામાં ક્યારે થશે ચૂંટણી?

હરિયાણામાં 5 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને 8 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર થશે. અગાઉ રાજ્યમાં 1 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું હતું અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી સાથે 4 ઓક્ટોબરના રોજ પરિણામો જાહેર થવાના હતા. હવે બંને રાજ્યોના ચૂંટણી પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે.


Google NewsGoogle News