હરિયાણાથી ભાજપ માટે આવ્યા માઠા સમાચાર, સરકાર તો બનશે પરંતુ....
Haryana Assembly Election: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સતત ત્રીજી વાર જીત હાંસલ કરી સૌને ચોંકાવી દીધા છે. રાજ્યમાં અનેક પડકારોનો સામનો કરી રહેલી ભાજપે એક્ઝિટ પોલથી ઉલટ પરિણામો આપી બહુમત હાંસલ કરી છે. જો કે, આ ભવ્ય જીત બાદ પણ ભાજપ માટે માઠા સમચાર આવ્યા છે. હકિકતમાં, સીએમ નાયબ સિંહ સૈનીના આઠ મંત્રી પોતાની બેઠક બચાવી શક્યા નહોતા. જેમાં રાજ્યના નાણા મંત્રી જય પ્રકાશ, કૃષિ મંત્રી કંવર પાલ ગુર્જર અને સ્વાસ્થ્ય મંત્રી કમલ ગુપ્તા જેવા દિગ્ગજ નેતાઓ પણ સામેલ છે.
ભાજપના આઠ મંત્રી હાર્યા
હરિયાણામાં હેટ્રિક બાદ પણ ભાજપના દિગ્ગજ નેતાઓ પોતાની બેઠક બચાવી શક્યા નહોતા. જેમાં હરિયાણાની થાનેસર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને રાજ્યના મંત્રી સુભાષ સુધાને કોંગ્રેસના ઉમેદવાર અશોક અરોડાએ ત્રણ હજારતી વધુ મતોના અંતરીથી મ્હાત આપી હતી. કૃષિ મંત્રી કંવરપાલ ગુર્જર જગાધારી બેઠક પરથી ચૂંટણી હાર્યા છે. તેમને કોંગ્રેસના ઉમેદવાર અકરમ ખાને સાત હજાર મતોના અંતરથી હરાવ્યું હતું. સિંચાઇ તેમજ જલ સંસાધન રાજ્ય મંત્રી અભય સિંહ યાદ નાંગલ ચૌધરી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મંજૂ ચૌધરી સામે છ હજાર મતોથી હાર્યા હતા.
આ પણ વાંચોઃ હરિયાણા વિધાનસભા ચુંટણીના પરિણામો કોંગ્રેસ માટે સબક સમાન, એકઝિટ પોલ ખોટા પડયા
અંબાલા બેઠક પરથી પંચાયત રાજ્ય મંત્રી અસીમ ગોયલને કોંગ્રેસના નિર્મલ સિંહે 11 હજારથી વધુ મતોના અંતરથી કારમી હાર આપી હતી. નાણા મંત્રી જય પ્રકાશ પણ લોહારૂ બેઠક પરથી કોંગ્રેસના રાજબીર ફરતિયા સામે 792 મતોના અંતરે હાર્યા હતા. સ્વાસ્થ્ય મંત્રી કમલ ગુપ્તાને હિસાર બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર સાવિત્રી જિંદાલે મ્હાત આપી હતી. રમત ગમત રાજ્ય મંત્રી સંજય સિંહને નૂંહ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર આફતાબ અહેમદે હરાવ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ રહી ચૂકેલા જ્ઞાનચંદ ગુપ્તા પંચકૂલા બેઠક પરથી હાર્યા હતા તેમને કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રમોહન બિશ્નોઇના 1997 મતોના અંતરથી હરાવ્યું હતું.
આ પણ વાંચોઃ 'ભાજપ સાથે સીધી લડાઈમાં નબળી પડે છે કોંગ્રેસ', હરિયાણાના પરિણામ બાદ ભડક્યાં સાથી પક્ષો