હરિયાણા ભાજપને મોટો ઝટકો, CM સૈની સાથે હાથ પણ ન મિલાવનારા નેતા કોંગ્રેસમાં જોડાયા

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
Haryana Election


Haryana Election News Updates: હરિયાણાના કરનાલની ઈન્દ્રી વિધાનસભામાં ભાજપ દ્વારા ટિકિટ વહેંચણીથી નારાજ પૂર્વ રાજ્ય મંત્રી અને પૂર્વ ધારાસભ્ય કરણદેવ કંબોજ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેઓ પૂર્વ વડાપ્રધાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને ચૌધરી ઉદયભાનના નેતૃત્વમાં કોંગ્રેસમાં જોડાયા હતા. આવી સ્થિતિમાં જાટ-નોન-જાટના નામે રાજકારણ રમી રહેલા ભાજપ માટે મુશ્કેલી વધી શકે છે, કારણ કે કરણદેવ હરિયાણામાં ઓબીસી વર્ગના મોટા નેતા છે અને કંબોજ સમુદાયમાં તેમની સારી પકડ છે. તેમણે ભાજપ પર ઓબીસી વર્ગની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો છે.

કરણદેવ કંબોજ લાંબા સમયથી ઈન્દ્રી વિધાનસભા બેઠકથી ટિકિટની માંગ કરી રહ્યા હતા, પરંતુ પાર્ટીએ તેમની માંગને અવગણીને વર્તમાન ધારાસભ્ય રામ કુમાર કશ્યપને ટિકિટ આપી દીધી છે. અંતે કંબોજે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.

આ પણ વાંચોઃ લોકોને 72 કલાક કામ કરવાની સલાહ આપનારા દિગ્ગજ બિઝનેસમેન નવી પોસ્ટ બદલ થયા ટ્રોલ

સૈની સાથે હાથ મિલાવવાનો ઇનકાર

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈની ગયા અઠવાડિયે હરિયાણા પ્રદેશ બીજેપી ઓબીસી મોરચાના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી ટિકિટ કપાવા મુદ્દે કરણદેવ કંબોજનો ગુસ્સો શાંત કરવા તેમના ઘરે પહોંચ્યા હતા. જ્યારે વડાપ્રધાન સૈનીએ કંબોજ સાથે હાથ મિલાવવા હાથ લંબાવ્યો ત્યારે કરણદેવ કંબોજે તેમની સાથે હાથ મિલાવવાની ના પાડી અને બાજુ પર બેસી ગયા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કરણદેવ કંબોજ હાથ જોડીને વડાપ્રધઆન સૈની સામે ચાલવા લાગ્યા, પરંતુ મુખ્યમંત્રીએ તેમને હાથ મિલાવીને રોકવાનો પ્રયાસ કર્યો. આટલેથી ન અટકતાં તે મુખ્યમંત્રીનો હાથ ઝાટકીને આગળ વધ્યા હતા.

કરણદેવે પોતાની નારાજગીનું કારણ જણાવ્યું

કરણદેવ કંબોજે રાજીનામામાં પોતાની નારાજગીનું કારણ આપ્યું હતું. તેમણે લખ્યું હતું કે તેઓ ભાજપ ઓબીસી મોરચા અને અન્ય તમામ હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યા છે કારણ કે ભાજપ હવે તે પક્ષ નથી રહ્યો જે પંડિત દીન દયાલ ઉપાધ્યાય અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ બનાવ્યો હતો. હવે પક્ષને નુકસાન કરનારા દેશદ્રોહીઓ પર ધ્યાન આપવામાં આવે છે.

હરિયાણા ભાજપને મોટો ઝટકો, CM સૈની સાથે હાથ પણ ન મિલાવનારા નેતા કોંગ્રેસમાં જોડાયા 2 - image


Google NewsGoogle News