Get The App

હરિયાણા વિધાનસભા ચુંટણીના પરિણામો કોંગ્રેસ માટે સબક સમાન, એકઝિટ પોલ ખોટા પડયા

કોઇ પણ એકઝિટ પોલ્સમાં ભાજપ જીતશે તેવો વરતારો અપાયો ન હતો

પહેલવાન,કિસાન અને અગ્નિવીર જેવા મુદ્વાઓ છતાં કોંગ્રેસની હાર

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
હરિયાણા વિધાનસભા ચુંટણીના પરિણામો કોંગ્રેસ  માટે સબક સમાન, એકઝિટ પોલ ખોટા પડયા 1 - image


ચંદિગઢ, 8 ઓકટોબર,2024,મંગળવાર 

હરિયાણા વિધાનસભાની ચુંટણીના પરિણામોમાં ભાજપે બહુમતિ મેળવીને વિજયની હેટ્રીક ફટકારી છે. ભાજપને 90 માંથી 50 જયારે કોગ્રેસને 34 જેટલી બેઠકો મળી રહી છે.  હરિયાણા રાજયની ચુંટણીની માત્ર હરિયાણા જ નહી સમગ્ર દેશના લોકોની નજર હતી. ભાજપ અને કોંગ્રેસ માટે વિજય પતાકા લહેરાવીએ પ્રતિષ્ઠાના જંગ સમાન હતી. ભાજપ અને કૉગ્રેસ બંને પક્ષમાં આંતરિક અસંતોષ જોવા મળતો હતો પરંતુ એન્ટી ઇનકમબન્સી ફેકટરના લીધે વિવિધ સર્વે અને તારણોમાં ભાજપ સરકારની વિદાય નકકી માનવામાં આવતી હતી. 

એક પણ એકઝિટ પોલમાં ભાજપ જીતશે તેવો વરતારો આપવામાં આવ્યો નથી. કૉગ્રેસમાં જાણે કે ચુંટણી પરિણામો પહેલા જ સરકાર બની ગઇ હોય તેવો માહોલ જોવા મળતો હતો. કોંગ્રેસને પણ  પહેલવાન,કિસાન અને અગ્નિવીર જેવી સંવેદી મુદ્વાનો ગ્રાઉન્ડ પર લાભ મળ્યો પરંતુ તે મતમાં પરિવર્તિત થયો નથી. કોંગ્રેસ માટે ચુંટણીમાં વિજય મેળવવાની આદર્શ સ્થિતિ હોવાનું માનવામાં આવતી હતી પરંતુ જીતની લોટરી ભાજપને લાગી છે. હુડ્ડા અને કુમારી શેલજા વચ્ચે રાજકિય મતભેદ સપાટી પર આવ્યા હતા.ઉમેદવારોની પસંદગી બાબત બંને નેતાએ વચ્ચે ગજગ્રાહ ચાલતો હતો તેની વિપરિત અસર જોવા મળી છે. રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કરેલી મહેનત એડે ગઇ છે. 

હરિયાણા વિધાનસભા ચુંટણીના પરિણામો કોંગ્રેસ  માટે સબક સમાન, એકઝિટ પોલ ખોટા પડયા 2 - image

અરવિંદ કેજરીવાલ જેલમાંથી છુટયા પછી આમ આદમી પાર્ટીએ પણ તમામ બેઠકો પર ચુંટણી બેઠકો પર ઝંપલાવ્યું હતું. 'હરિયાણા કા છોરા' તરીકે તેમણે ખૂબ જોરશોરથી પ્રચાર કર્યો હતો તેમ છતાં એક પણ બેઠક પરથી જીત મળી નથી. તેમની વિકાસ યોજના અને વચનોની લ્હાણીની કોઇ જ અસર જોવા મળી નથી.

રાજકિય નિષ્ણાતોનું માનવું છે કે હરિયાણામાં સફળતા મળવાથી ભાજપની કેડરમાં ફરી ઉત્સાહ વધશે જે લોકસભા ચુંટણી પરિણામો પછી ગાયબ જોવા મળતો હતો. આગામી સમયમાં દિલ્હી અને મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભા ચુંટણીમાં પણ ફાયદો કરાવી શકે છે.

અરવિંદ કેજરીવાલની ચુંટણી પ્રચાર દરમિયાનની ઇમોશનલ અપીલ કામ આવી નથી. આમ આદમી પાર્ટી હરિયાણામાં સરેરાશ પ્રદર્શન કરી શકી નથી. દિલ્હી રાજય હરિયાણાને અડીને આવેલું છે ત્યારે કેજરીવાલ માટે પરિણામો ચોંકાવનારા છે. 


Google NewsGoogle News