હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જાતિ સમીકરણો બદલાયા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
Haryana Assembly Election Results 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપ પોતાની જીતની ઉજવણી કરી રહી છે, જ્યારે કોંગ્રેસ પોતાની ભૂંડી હારનું મંથન કરી રહી છે. બીજી તરફ સીએસડીએસ દ્વારા ચૂંટણી અંગે જારી કરવામાં આવેલો સર્વે ચોંકાવનારો છે. સર્વે અનુસાર, બ્રાહ્મણ, યાદવ, ઓબીસી અને દલિત મતદારોએ ભાજપને મોટાપાયે મત આપ્યા છે, જ્યારે જાટ, જાટવ અને મુસ્લિમે કોંગ્રેસ પર વિશ્વાસ દર્શાવ્યો છે.
જાતિ આધારિત મતદાન
જાતિ આધારિત મતદાનનો ખુલાસો કરતા આ સર્વે મુજબ, 28 ટકા જાટએ ભાજપ પર જ્યારે 53 ટકા જાટએ કોંગ્રેસને મત આપ્યો હતો. 19 ટકાએ અન્ય પક્ષોને મત આપ્યો હતો. બીજી તરફ બ્રાહ્મણ કેટેગરીમાં 51 ટકા બ્રાહ્મણોએ ભાજપને, 31 બ્રાહ્મણોએ કોંગ્રેસને, અને બે ટકાએ બસપા-આઈએનએલડી તથા 16 ટકાએ અન્યને મત આપ્યો હતો.
આ પણ વાંચોઃ પાર્ટી નહીં પણ પોતાના હિત જોયા એટલે...' હરિયાણા ચૂંટણીના પરિણામો પર ભડક્યાં રાહુલ ગાંધી
પંજાબી ખત્રીએ ભાજપને મત આપ્યો - સર્વે
સર્વે અનુસાર 68 ટકા પંજાબી ખત્રીઓએ ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે 18 ટકા લોકોએ કોંગ્રેસને મત આપ્યો હતો. 14 ટકા મત અન્યને ગયા હતાં. અન્ય ઉચ્ચ જાતિના મતદારોમાં 59 ટકાએ ભાજપને અને 22 ટકાએ કોંગ્રેસને મત આપ્યો હતો. 19 ટકા લોકોએ અન્ય પક્ષોને સમર્થન આપ્યું હતું.
44 ટકા ગુર્જરોએ કોંગ્રેસને મત આપ્યો હતો. જ્યારે 37 ટકા લોકોએ ભાજપને મત આપ્યો હતો. 19 ટકા લોકોએ અન્ય પક્ષોને સમર્થન આપ્યું હતું. યાદવ મતદારોમાં 62 ટકાએ ભાજપને અને 25 ટકાએ કોંગ્રેસને મત આપ્યો હતો. 13 ટકા લોકોએ અન્યને મત આપ્યો. અન્ય ઓબીસીમાં 47 ટકાએ ભાજપને અને 32 ટકાએ કોંગ્રેસને મત આપ્યો. 21 ટકા લોકોએ અન્ય પક્ષોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જાટવ મતદારોએ શું કર્યું?
સર્વે મુજબ 50 ટકા જાટવોએ કોંગ્રેસને મત આપ્યો છે. જ્યારે 35 ટકા લોકોએ ભાજપને મત આપ્યો હતો. 15 ટકા લોકોએ અન્ય પક્ષોમાં વિશ્વાસ દર્શાવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે તેમાંથી માત્ર 6 ટકા લોકોએ BSP-INLD ગઠબંધનને મત આપ્યો. સામાન્ય રીતે, હિન્દી હાર્ટલેન્ડમાં જાટવ મતદારો બસપાને મત આપતા હોય છે. અન્ય SC વર્ગોમાં 33 ટકા લોકોએ કોંગ્રેસને અને 45 ટકાએ ભાજપને મત આપ્યો હતો. 22 ટકા લોકોએ અન્ય પક્ષમાં મતદાન કર્યું હતું.
મુસ્લિમ મતદારોની સ્થિતિ
મુસ્લિમ મતદારોમાં પણ વિખવાદ જોવા મળ્યો હતો. 59 ટકા લોકોએ કોંગ્રેસને મત આપ્યો. 7 ટકાએ ભાજપમાં અને 34 ટકાએ અન્ય પક્ષોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સર્વે અનુસાર, 47 ટકા શીખોએ કોંગ્રેસને અને 21 ટકાએ ભાજપને મત આપ્યો હતો. 32 ટકાએ અન્ય પક્ષને મત આપ્યું હતું.