હરિયાણામાં પરાજય બાદ કોંગ્રેસમાં ભડકો? રાહુલ ગાંધી થયા ગુસ્સે, બે દિગ્ગજ નેતાઓ મીટિંગમાંથી ગાયબ
Haryana Assembly Election Result : હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને અપેક્ષા મુજબ પરિણામ મળ્યું નથી. પાર્ટીનું પ્રદર્શન ઘણું નબળું હતું. ચૂંટણીના પરિણામો આવતા જ સાથી પક્ષોએ કોંગ્રેસ પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા હતા. ત્યાર બાદ પાર્ટીની અંદરનો ઝઘડો વધુ ઉગ્ર બન્યા હતા. હારના શું કારણો હતા, તે અંગે વિચારણા કરવા માટે પાર્ટીએ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં રાહુલ ગાંધીએ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ ઉદયભાનને બોલાવ્યા હતા. માહિતી પ્રમાણે કોંગ્રેસે હુડ્ડાને ચૂંટણીમાં ફ્રી હેન્ડ આપ્યો હતો. અને હુડ્ડાના કહેવા પ્રમાણે જ 89માંથી 72 ટિકિટ આપવામાં આવી હતી. પરંતુ હુડ્ડા ચૂંટણી જીતી શક્યા ન હતા. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે હુડ્ડા અને ઉદયભાન બંને નેતા સમીક્ષા બેઠક હાજર રહ્યા નહોતા.
#WATCH दिल्ली: हरियाणा विधानसभा चुनाव पर राजस्थान के पूर्व मुख्यमंत्री और कांग्रेस नेता अशोक गहलोत ने कहा, "इस हार को गंभीरता से लिया जा रहा है। क्योंकि मीडिया, वहां की जनता एक स्वर में कह रही थी कि सरकार कांग्रेस की बनने जा रही है। इसके बावजूद ऐसा क्या हुआ कि नतीजे उसके उलट आए।… pic.twitter.com/qSd34airea
— ANI_HindiNews (@AHindinews) October 10, 2024
મતભેદના કારણે નાવ ડૂબી
એવુ કહેવામાં આવી રહ્યું છે કે, બંનેની ગેરહાજરીથી રાહુલ ગાંધી નારાજ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કેટલાક લોકોએ પાર્ટીના હિત કરતાં પોતાના અંગત હિતોને વધુ મહત્ત્વ આપ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હારના કારણો શું હતા? આ અંગે પક્ષ દ્વારા તથ્ય શોધ સમિતિની રચના કરવામાં આવશે. સમીક્ષા બેઠકમાં પાર્ટીના નિરીક્ષક અજય માકને કહ્યું કે, એક્ઝિટ પોલ અને વાસ્તવિક પરિણામ વચ્ચે જમીન - આસમાનનો ફરક છે. ચૂંટણી પંચની ભૂમિકાને લઈને પણ પક્ષમાં મતભેદ છે. દરેક બાબત પર વિચાર કરવામાં આવ્યો છે. ચૂંટણી પરિણામો શા માટે ખરાબ હતા? દરેક બાબતની ચર્ચા કરવામાં આવી છે. મતભેદની બાબતો પર પક્ષ કાર્યવાહી કરી શકે છે.
Leader of opposition Shri @RahulGandhi reached the residence of Congress President Shri @kharge. Review meeting regarding Haryana elections begins.#Delhi pic.twitter.com/lkt6CqG430
— MOHD ABID ALI (@aliTPCC) October 10, 2024
ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં કોંગ્રેસને બહુમતી કરતા વધુ સીટો મળવાની આશા હતી. પરંતું પરિણામ ઊલટું આવ્યું છે. કોંગ્રેસ 37 બેઠકોમાં સમેટાઈ ગઈ અને ભાજપે ગત વખત કરતા વધુ બેઠકો મેળવી હતી. ભાજપને 48 બેઠકો મળી હતી. સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. ચૂંટણી પહેલા હુડ્ડા અને કુમારી શૈલજા વચ્ચે મતભેદ થયો હતો. શું સીએમ પદને લઈને ટોચના નેતાઓ વચ્ચેની લડાઈથી કોઈ નુકસાન થયું? હવે કોંગ્રેસ આ તમામ બાબતો પર વિચાર કરી રહી છે. શું ખોટી ટિકિટ આપવામાં આવી હતી? બેઠકમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
શૈલજા-સુરજેવાલાના સમર્થકોને ઓછી ટિકિટ ફાળવી હતી
અત્રે ઉલ્લેખનીય છે, હરિયાણાની ચૂંટણીમાં કુમારી શૈલજા અને રણદીપ સુરજેવાલાના સમર્થકોને જ બહુ ઓછી ટિકિટ આપવામાં આવી હતી. હાઈકમાન્ડે પોતાના લેવલે ટિકિટોનું વિતરણ પણ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, હુડ્ડાની નજીકના ત્રણ બળવાખોરોના કારણે હાઈકમાન્ડના ઉમેદવારોને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. હરિયાણામાં ચૂંટણી વિશ્લેષકો પણ માની રહ્યા હતા કે, વાતાવરણ કોંગ્રેસની તરફેણમાં ચાલી રહ્યું છે. આ બેઠકમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ, કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી અજય માકન વગેરે જેવા નેતાઓ પણ હાજર હતા.