પિતા-પુત્ર બંને CM બનવાની રેસમાં: PM મોદીએ હરિયાણામાં કોંગ્રેસ પર કર્યો પ્રહાર
Haryana Assembly Election: હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલાં દરેક રાજકીય પક્ષો પૂર જોશથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ હરિયાણાના હિસારમાં વિશાળ જનસભાને સંબોધિત કરી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પર આડકતરી રીતે નિશાન સાધતા કહ્યું કે, 'હરિયાણા કોંગ્રેસમાં પિતા-પુત્ર વચ્ચે જ CM બનવાની રેસ ચાલી રહી છે અને આ રેસમાં તેઓ અન્ય નેતાઓનું પત્તું કાપી રહ્યા છે.'
હિમાચલ પ્રદેશનું ઉલ્લેખ કર્યું
વડાપ્રધાન મોદીએ જનસભામાં હિમાચલ પ્રદેશનું ઉલ્લેખ કરતા કહ્યું કે, 'હરિયાણાના પાડોસી રાજ્ય હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનું જુઠ્ઠાણું પ્રજા સામે ખૂલી આવ્યું છે. કોંગ્રેસની સરકારે હિમાચલ પ્રદેશની અર્થવ્યવસ્થાને ધ્વસ્ત કરી દીધું છે. રાજ્યનું વિકાસ અટકી ગયું છે. ત્યાં સરકારી કર્મચારીઓને પગાર આપવા માટે પણ પૈસા નથી. કોંગ્રેસ માત્ર અસ્થિરતા માટે ઓળખાય છે, તે જ્યાં પણ શાસન કરે છે ત્યાં માત્ર ભ્રષ્ટાચાર જ કરે છે.'
મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવું હાલ થશે
પીએમ મોદીએ દાવો કરતા કહ્યું કે, 'હરિયાણામાં કોંગ્રેસનું એ જ હાલ થશે, જે મધ્પપ્રદેશ અને રાજસ્થાનમાં થયું હતું. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ગત ચૂંટણીમાં તેમણે જુઠ્ઠાણાનું ખૂબ મોટું બલૂન ફૂલાવ્યું હતું, પરંતુ પ્રજાએ વોટની ચોટ આપીને તેમના બલૂનની બધી જ હવા નીકાળી દીધી હતી.'
દલિતો અને ખેડૂતો પર અત્યાચાર
મોદીએ ખેડૂતો મુદ્દે કોંગ્રેસને ઘેરતાં કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ ખેડૂતોને માત્ર વોટ બેંક તરીકે જુએ છે, કોંગ્રેસની સરકારે પાણી માટે ખેડૂતોને હંમેશા તરસાવ્યા છે. લોકોએ ભૂલવું ન જોઇએ કે હુડ્ડા સરકાર બે રૂપિયાનું વળતર આપતી સરકાર હતી. હવે કોંગ્રેસ એમએસપી મુદ્દે ખોટું બોલી રહી છે.'
આ પણ વાંચોઃ સાત ગેરન્ટી બાદ કોંગ્રેસે હરિયાણા માટે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, જાણો શું વચનો આપ્યા?
દલિતોનું મુદ્દો ઉઠાવતા પીએમ મોદીએ કહ્યું કે, 'કોંગ્રેસે દલિતો અને પછાત વર્ગના લોકો માટે બારણાં બંધ કરી દીધા છે. કોંગ્રેસ દલિતો મુદ્દે ચૂપ રહે છે. કોંગ્રેસના શાસનમાં દલિત દિકરીઓ સાથે અત્યાચાર થયું, અન્યાય થયું પરંતુ કોંગ્રેસ ચૂપ રહી. દલિતો પર જે અત્યાચાર થયું છે, તેને સમાજ ક્યારેય નહીં ભૂલી શકે.'