હરિયાણામાં 100 વર્ષથી વધુની વયના મતદારોની સંખ્યા જાણીને ચોંકી જશો

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
હરિયાણામાં 100 વર્ષથી વધુની વયના મતદારોની સંખ્યા જાણીને ચોંકી જશો 1 - image


Haryana Voters: જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં બંને જગ્યાએ તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. હરિયાણામાં એક જ તબક્કામાં મતદાન થશે, જેના માટે 1 ઓક્ટોબરે મતદાન થશે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કો 18 સપ્ટેમ્બર, બીજો 25 સપ્ટેમ્બર અને ત્રીજો 1 ઓક્ટોબરે યોજાશે. 

ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે ચૂંટણી પંચે બંને રાજ્યોને લઈને અનેક પ્રકારની માહિતી પણ આપી હતી. જેમાં હરિયાણાને લઈને એક રસપ્રદ માહિતી સામે આવી છે.

ઘણા મતદારોએ સદી ફટકારી 

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે, આ વખતે હરિયાણામાં કેટલા મતદાતા છે, આ દરમિયાન તેમણે 100 વર્ષની વય વટાવી ચૂકેલા મતદારોની સંખ્યા પણ જાહેર કરી. તેમણે કહ્યું કે, આ વખતે હરિયાણામાં 10 હજાર 321 એવા મતદારો છે જેમણે પોતાની સદી પૂરી કરી છે. એટલે કે આ મતદારોની ઉંમર 100 વર્ષ કે તેથી વધુ વટાવી ગઈ છે.

ફિટનેસના મામલે સુપરહિટ હરિયાણા

હરિયાણા રાજ્યના લોકો તેમની તાકાત અને કઠોરતા માટે જાણીતા છે. અહીં લોકો દૂધ, દહીં અને ઘી ખૂબ જ ખાય છે. આ જ કારણ છે કે, કુસ્તી સહિતની તમામ રમતોમાં હરિયાણા મોખરે છે. આ ફિટનેસ હવે આ ફિગરમાં પણ દેખાઈ રહી છે. જ્યાં 10 હજારથી વધુ લોકો 100 વર્ષની ઉંમરે પણ ફિટ છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણીની જાહેરાતની સાથે જ ચૂંટણી પંચ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, લોકોની સુવિધા માટે અને મતદાન વધારવા માટે ફરીદાબાદ, ગુરુગ્રામ અને સોનીપતમાં બહુમાળી ઈમારતોમાં મતદાન મથક બનાવવામાં આવશે.

ચૂંટણી કમિશનર જણાવવામાં આવ્યુ કે, દરેક મતદાન મથક પર પાણી અને અન્ય એવી સુવિધાઓ હશે જેની લોકોને જરૂર છે. આ સિવાય 85 વર્ષથી વધુ ઉંમરના લોકોને ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા મળશે.

આ પણ વાંચો: મોહમ્મદ યૂનુસે બાંગ્લાદેશના હિન્દુઓની સુરક્ષાની ખાતરી આપી, PM મોદી સાથે ફોન પર કરી વાત


Google NewsGoogle News