ભાજપ-કોંગ્રેસને માથું ખંજવાળતા કરી દે તેવો ચૂંટણી ઢંઢેરો, પ્રાદેશિક પક્ષોના ગઠબંધનની મોટી જાહેરાતો
Haryana Assembly Election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે પ્રચાર માટે હવે થોડા જ દિવસો વધ્યાં છે. આ દરમિયાન દુષ્યંત ચૌટાલાની પાર્ટી જનનાયક જનતા પાર્ટી (જજપા) અને ચંદ્રશેખરની આઝાદ સમાજ પાર્ટીના ગઠબંધને ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યો છે. બંનેએ એક પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી હતી. જેમાં જજપા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, જે પ્રકારે પંચાયતી રાજમાં મહિલાઓને અનામત છે, એ જ પ્રકારે શિક્ષક, પ્રોફેસર અને લેક્ચરરના પદ પર મહિલાઓ માટે 50 ટકા અનામત આપીશું.
જજપા અને આઝાદ સમાજ પાર્ટીના ચૂંટણી ઢંઢેરાના મહત્ત્વના મુદ્દા
- હરિયાણામાં પેદા થતા દરેક પાકને સરકાર એમએસપી પર ખરીદશે.
- પાક ખરાબ થાય તો 25 હજાર રૂપિયા પ્રતિ એકર વળતર આપવામાં આવશે.
- બેરોજગાર યુવાને 11 હજાર રૂપિયા માસિક બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.
- અગ્નિવીર યોદ્ધાઓ માટે ઉચ્ચ શિક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે.
- એક લાખ મહિલાઓને સરકારી નોકરી આપવામાં આવશે.
- ભિવાની એજ્યુકેશન સિટીના રૂપે વિકસિત કરવામાં આવશે.
- ગર્ભવતી મહિલાઓ માટે પ્યારી બેબે યોજના શરૂ કરીશું જેમાં પાંચ હજાર રૂપિયા પ્રતિમાસ આપવામાં આવશે.
- તમામ શિક્ષણ સંસ્થાનોમાં શિક્ષકોના પદ પર 50 ટકા મહિલાઓને અનામત આપીશું.
- સરકાર બનતા જ 24 કલાકમાં વૃદ્ધાવસ્થા પેન્શન 51 હજાર રૂપિયા કરવામાં આવશે.
- ગરીબ પરિવારની 12 પાસ છોકરીઓને સ્કૂટી આપવામાં આવશે.
આ પણ વાંચોઃ ચૂંટણી પહેલાં જ AAPને જોરદાર ઝટકો, જે નેતાને ઉમેદવાર બનાવ્યાં તે ભાજપમાં જોડાઈ ગયા
- जेजेपी-एएसपी गठबंधन ने जनसेवा पत्र के नाम से जारी किया घोषणा पत्र
— Jannayak Janta Party (JJP) (@JJPofficial) September 29, 2024
- सिरसा में पूर्व डिप्टी सीएम दुष्यंत चौटाला और एएसपी प्रमुख चंद्रशेखर आजाद ने किया जारी
- पूर्व गठबंधन सरकार के दौरान जेजेपी दवारा करवाए गए विकास कार्यों का भी दिया सारा हिसाब
प्रमुख वादे
- हरियाणा में पैदा… pic.twitter.com/1deHa1sr4h
આ પણ વાંચોઃ કાયદાનો અભ્યાસ હવે અઘરો: લૉ સ્ટુડન્ટ્સની પૃષ્ઠભૂમિની તપાસ બાદ જ એડમિશન મળશે
8 ઓક્ટોબરે જાહેર થશે જનાદેશ
હરિયાણા ચૂંટણી માટે કોંગ્રેસે અને ભાજપે પહેલાંથી જ ચૂંટણી ઢંઢેરો રજૂ કરી દીધો છે. એવામાં હવે પ્રાદેશિક પાર્ટીઓએ પણ પોતાનો ચૂંટણી ઢંઢેરો રજૂ કરી દીધો છે. હરિયાણા પ્રચારમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. 3 ઓક્ટોબર બાદ પ્રચાર બંધ થઈ જશે અને 5 ઓક્ટોબરે હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઈ જશે. 8 ઓક્ટોબરે હરિયાણા વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.