હરિયાણામાં કોંગ્રેસ અને AAPના ગઠબંધનમાં ક્યાં ફસાયો પેચ? ક્યાં અટકી વાત?

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
હરિયાણામાં કોંગ્રેસ અને AAPના ગઠબંધનમાં ક્યાં ફસાયો પેચ? ક્યાં અટકી વાત? 1 - image


Haryana Assembly Election 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસને ઉમેદવારોની પસંદગીને લઈને ઘણી માથાકૂટ ચાલી રહી છે. ભાજપે બુધવારે 4 સપ્ટેમ્બરે 67 ઉમેદવારોની જમ્બો યાદી જાહેર કરી. ભાજપે પહેલી યાદી જાહેર કરતાંની સાથે જ અત્યાર સુધીમાં 34 મોટા નેતાઓ સહિત 250 પદાધિકારીઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કેટલાક પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. કોંગ્રેસે પણ 55-60 બેઠકો માટે ઉમેદવારો ફાઇનલ કર્યા છે. દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હરિયાણાના સ્થાનિક નેતાઓને AAP સાથે ગઠબંધન કરવાનું કહીને બધાને ચોંકાવી દીધા છે.

આ પણ વાંચો: કોંગ્રેસ સાથે ગઠબંધન મજબૂરી નથી પણ...' ચૂંટણી વચ્ચે કદાવર નેતા અને પૂર્વ CMનું મોટું નિવેદન

કોંગ્રેસે 55 બેઠકો માટે ઉમેદવારો ફાઇનલ કરી ચૂકી છે. તે પહેલાં રાહુલ ગાંધીએ AAP પાર્ટી સાથે ગઠબંધનની ચર્ચા શરુ કરી હતી, જેના કારણે કોંગ્રેસની જે પહેલી યાદી બહાર પડવાની હતી તે હાલમાં અટકાવી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટીને 4-5 બેઠકો આપવા રાજી છે, જ્યારે AAP પાર્ટીએ ગઠબંધન માટે 10 બેઠકોની માંગ કરી છે.

આ કારણોને લઈને અટવાયો પેચ 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે  AAP પાર્ટી એવી કેટલીક બેઠકો પર દાવો કરી રહી છે, જેના પર પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડા પોતાના વફાદાર નેતાઓને ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ-આપ ગઠબંધન માટે આ એક મોટી મુશ્કેલી છે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી વિપક્ષી મતોને વિખેરાતાં રોકવા માટે ગઠબંધન પર ભાર મૂકી રહ્યા છે. રાહુલ ગાંધીએ ઘણીવાર એ વાત કહી ચૂક્યા છે કે, પીએમ મોદીની ભાજપને હરાવવા માટે વિપક્ષોએ ભેગા થવું પડશે. તે પછી એ કેન્દ્રની ચૂંટણી હોય કે રાજ્યની ચૂંટણી અને આ પરિસ્થિતિમાં કોંગ્રેસ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સમર્થકોને નારાજ કરીને ગઠબંધન નહીં કરે. 

આ પણ વાંચો: ચૂંટણી પહેલા ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ અસમંજસ? દિગ્ગજ નેતાને ગઠબંધન સામે વાંધો

હરિયાણામાં 5 ઑક્ટોબરે મતદાન

હરિયાણામાં લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને AAP ગઠબંધન કરીને લડ્યા હતા. ભાજપે રાજ્યમાં 10માંથી 5 બેઠકો જીતી હતી જ્યારે 5 બેઠકો કોંગ્રેસને મળી હતી. રાજ્યની 90 બેઠકો પર એક જ તબક્કામાં 5 ઑક્ટોબરે મતદાન થવાનું છે, જ્યારે પરિણામ 8 ઑક્ટોબરે જાહેર કરવામાં આવશે.


Google NewsGoogle News