ચૂંટણી પહેલા જ ભાજપમાં અસમંજસ: મુખ્યમંત્રી કઈ બેઠક પરથી લડશે તે જ નક્કી કરવામાં ફાંફાં
Haryana Assembly Election 2024: ચૂંટણી પંચે હરિયાણામાં મતદાનની તારીખમાં ફેરફાર કર્યો છે. રાજ્યમાં હવે 5 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને 8 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર થશે. અગાઉ રાજ્યમાં 1 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું હતું અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી સાથે 4 ઓક્ટોબરના પરિણામો જાહેર થવાના હતા. હવે બંને રાજ્યોના ચૂંટણી પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે. ભાજપે ચૂંટણી પંચને પત્ર લખીને મતદાનની તારીખ લંબાવવાની માગ કરી હતી. મીડિયા અહેવાલ પ્રમાણે કોંગ્રેસ અને આપ હરિયાણામાં ગઠબંધન કરીને ચૂંટણી લડી શકે છે. આ બધા વચ્ચે રાજ્યમાં ત્રીજી વખત સત્તા હાંસલ કરવાનો પ્રયાસ કરી રહેલી ભાજપ હરિયાણામાં નબળી સ્થિતિમાં નજર આવી રહી છે.
લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન, ઉમેદવારોની યાદી પર રોક, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેના અનિશ્ચિતતા અને રાજ્ય ભાજપના પ્રમુખ મોહન લાલ બડોલી અને પૂર્વ સાંસદ સંજય ભાટિયા જેવા વરિષ્ઠ નેતાઓનું 5 ઓક્ટોબરની વિધાનસભા ચૂંટણીમાંથી બહાર થવું. 10 વર્ષની સત્તાવિરોધી લહેર અને પુનઃજીવિત કોંગ્રેસ સામે ઝઝૂમી રહેલી ભાજપ હરિયાણામાં નબળી સ્થિતિમાં નજર આવી રહી છે.
આંતરિક સર્વે પ્રમાણે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને ચૂંટણીમાં સ્પષ્ટ લીડ મળી રહી છે, તેમાં એ વિસ્તાર પણ સામેલ છે જ્યાં ભાજપને પહેલા ફાયદો મળ્યો હતો. સત્તારુઢ પાર્ટી એકજૂટ થવા માટે સંઘર્ષ કરી રહી છે. પાર્ટીના એક વર્ગે દાવો કર્યો છે કે સરકાર સામે ખાસ કરીને મનોહર લાલ ખટ્ટરના નેતૃત્વ હેઠળના અગાઉના વહીવટીતંત્ર વિરુદ્ધ નારાજગી એક મોટી અડચણ બની ગઈ છે.
ભાજપ લોકસભા ચૂંટણીના પરિણામોના આઘાતમાંથી બહાર નથી આવી
એક ભાજપ નેતાએ કહ્યું કે, લોકસભા ચૂંટણીના પરિણામોના આઘાતમાંથી પાર્ટી હજુ બહાર નથી આવી. જો કે, પાર્ટી સત્તાવિરોધી લહેર પ્રત્યે સભાન હતી પરંતુ રાજ્યમાં ટોચના નેતૃત્વમાં છેલ્લી ઘડીએ ફેરફાર થયો હતો. નેતૃત્વને વિશ્વાસ હતો કે, વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાના આધારે પાર્ટી સરળતાથી પાર પડશે.
નેતાઓના એક વર્ગનું કહેવું છે કે, ખટ્ટરને ખુદને કરનાલ સુધી જ મર્યાદિત રાખવા માટે કહેવામાં આવી શકે છે, જ્યાંથી તેઓ તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી જીત્યા હતા. બીજી તરફ અન્યનું કહેવું છે કે આ પ્રકારનું પગલું પાર્ટીના અભિયાન પર પ્રતિકૂળ અસર કરી શકે છે. કારણ કે ભાજપ હંમેશા તેના શાસન રેકોર્ડના આધારે ચૂંટણીમાં જાય છે. એક નેતાને પૂછવામાં આવ્યું કે, લગભગ 10 વર્ષના મુખ્યમંત્રીને અલગ રાખવામાં આવે તો તમે વોટ કેવી રીતે માંગશો?
ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં વિલંબ
ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં વિલંબ પર પણ સવાલ ઉઠ્યા છે. છેલ્લા 10 દિવસમાં રાજ્ય એકમ અને કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે અનેક રાઉન્ડની બેઠકો યોજાઈ છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પણ સામેલ છે.
ભાજપના સૂત્રોએ જણાવ્યું કે રાજ્યની 90 વિધાનસભા બેઠકોમાંથી 35 પર મતભેદને કારણે યાદી અટકી ગઈ હતી. આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટીને આમાંથી કેટલાક મતવિસ્તારોમાં બળવાનો સામનો કરવો પડી રહ્યો છે.
જેજેપીના ચાર બળવાખોરોને સામેલ કરવા પર પણ નારાજગી
આંતરિક સૂત્રોએ જણાવ્યું કે પૂર્વ સાથી જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના ચાર બળવાખોરોને સામેલ કરવાનો નિર્ણય પણ પાર્ટી કેડરમાં કેટલાકને પસંદ નથી આવ્યો. આ ચાર બળવાખોરો દેવેન્દ્ર સિંહ બબલી જેમણે 2019માં ટોહાનામાં તત્કાલિન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલાને હરાવ્યા હતા, રામ કુમાર ગૌતમ જેમણે નારનૌંદમાં તત્કાલિન રાજ્યના કેબિનેટ મંત્રી કેપ્ટન અભિમન્યુને હરાવ્યા હતા, જોગી રામ સિહાગ જેમણે બરવાળામાં ભાજપના સુરેન્દ્ર પુનિયાને હરાવ્યા હતા અને અનૂપ ધાનક જેમણે ઉકલાનામાં ભાજપના આશા ખેદારને હરાવ્યા હતા.
આ તમામ પૂર્વ જેજેપી નેતાઓ પોતાના મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માગે છે. આ સાથે જ જે ભાજપના નેતાઓને તેમણે હરાવ્યા છે તેઓ પણ ટિકિટ પર નજર રાખી બેઠા છે. જો કે, કેન્દ્રીય ભાજપના સૂત્રોએ ટિકિટને લઈને કોઈ ભ્રમ હોવાનો ઈન્કાર કર્યો હતો. એક નેતાએ કહ્યું કે, યાદી લગભગ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તેને જાહેર કરવામાં વિલંબ એ એક વ્યૂહાત્મક નિર્ણય છે. અમે અમારા હરીફોની ચાલની પણ રાહ જોઈ રહ્યા છીએ. અમે ઉમેદવારોને જાણ કરી દીધી છે અને તેઓએ તૈયારી શરૂ કરી દીધી છે. કોઈપણ વરિષ્ઠ નેતા કે વર્ગ નારાજ ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને યાદી તૈયાર કરવામાં આવી રહી છે.
નેતાઓના પલાયનને રોકવું ભાજપ માટે પડકાર
એક સૂત્રએ જણાવ્યું કે, હાલના દિવસોમાં ચૂંટણીમાં કોઈપણ પાર્ટી માટે સૌથી મોટો પડકાર એ છે કે એ નેતાઓને પલાયન કરતા રોકવાનો છે જેઓ ખુશ નથી. અમે અત્યાર સુધી દરેકના મંતવ્યો અને રુચિઓને સમાયોજિત કરવાનો પ્રયાસ કર્યો છે. યાદી જાહેર કરવામાં વિલંબ અંગે પૂછવામાં આવતા બડોલીએ કહ્યું કે, હાઈ કમાન્ડ ઉમેદવારોની અંતિમ યાદીને મંજૂરી આપે તે પહેલા પક્ષના દરેક સ્તરેથી સૂચનો એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તે એક લાંબી યાદી છે.
મુખ્યમંત્રી કઈ બેઠક પરથી લડશે તે જ નક્કી કરવામાં ફાંફાં
સીએમ સૈની કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે અંગેની તાજેતરની મૂંઝવણ એ પણ દર્શાવે છે કે રાજ્ય ભાજપ સંપૂર્ણપણે તાલમેલમાં નથી. 28 ઓગસ્ટના રોજ બપોરે બડોલી ખુદ મુકાબલામાંથી બહાર થઈ ગયો અને કહ્યું કે સૈની કુરુક્ષેત્ર જિલ્લાના લાડવાથી ચૂંટણી લડશે. હાલમાં કરનાલનું પ્રતિનિધિત્વ કરતા સીએમ સૈનીએ મીડિયાને જણાવ્યું હતું કે, મોહનલાલ બડોલીને મારા કરતાં વધુ જાણકારી હોઈ શકે છે પરંતુ તેઓ તેમની વર્તમાન બેઠક પરથી ચૂંટણી લડશે. આ રાત્રિ બાદ સૈનીના પ્રતિનિધિઓએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, મુખ્યમંત્રીની ટિપ્પણીઓને ખૂબ ગંભીરતાથી ન લેવી. કારણ કે તેઓ જ્યાંથી પાર્ટી હાઈકમાન્ડ કહેશે ત્યાંથી ચૂંટણી લડશે.