Get The App

ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વિદ્રોહના એંધાણ: દિગ્ગજ દલિત નેતાને ભાજપે આપી ઑફર

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વિદ્રોહના એંધાણ: દિગ્ગજ દલિત નેતાને ભાજપે આપી ઑફર 1 - image


Haryana Assembly Election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 ને લઈને રાજકીય પાર્ટીઓ હવે એકબીજાના મોટા નેતાઓ પર નજર ટકાવીને બેઠી છે. જેનું મોટું ઉદાહરણ કોંગ્રેસની દિગ્ગજ નેતા અને સાંસદ કુમારી શૈલજા છે. કુમારી શૈલજાને લઈને આજે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે મોટું નિવેદન આપ્યું છે. ખટ્ટરે કહ્યું કે, કોંગ્રેસમાં દલિતની દીકરીનું અપમાન થઈ રહ્યું છે. જો તે અમારી સાથે આવવા ઈચ્છે તો આવી શકે છે. તેમના આ નિવેદન બાદ ભાજપ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ કહ્યું કે, કોંગ્રેસ તેમની સાથે યોગ્ય નથી કરી રહી. 

કોંગ્રેસમાં વધ્યો જૂથવાદ

આ સિવાય હરિયાણા ભાજપના મોટા નેતા કુલદીપ બિશ્નોઈએ પણ કોંગ્રેસ પર ટિપ્પણી કરતાં કહ્યું કે, કુમારી શૈલજા સાથે કોંગ્રેસ બરાબર નથી કરી રહી. વળી, તેમના મોટા ભાઈ ચંદ્રમોહન જે કોંગ્રેસના જ સભ્ય છે, તેઓ શૈલજાને મુખ્યમંત્રીનો ચહેરો બતાવી ચુક્યા છે. જણાવી દઈએ કે, ચંદ્રમોહન શૈલજા જૂથના નેતા છે.  હાલ શૈલજા હરિયાણામાં હુડ્ડા જૂથથી નારાજ દેખાય છે. 18 સપ્ટેમ્બરે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લોન્ચ કરતાં સમયે પણ શૈલજા ત્યાં હાજર ન હતાં. હરિયાણામાં ચૂંટણીને લઈને માહોલ ગરમ છે, ત્યારે શૈલજા પ્રચારથી દૂર દિલ્હીમાં જઈને બેઠા છે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી, છતાં ભાજપ-મોદી સરકારનું ભેદી મૌન

પિતા-પુત્રના હાથમાં છે કમાન

બીજી બાજુ હરિયાણામાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારની કમાન પિતા-પુત્રની જોડીએ સંભાળી છે. કોંગ્રેસ હરિયાણામાં ભૂપેન્દ્ર હુડ્ડા અને તેમના દીકરા દીપેન્દ્ર હુડ્ડા પર નિર્ભર છે. કુમારી શૈલજાનો પ્રચાર ન કરવો અને ચુપ્પી કોંગ્રેસને ભારે પડી શકે છે. જણાવી દઈએ કે, શૈલજા દલિત વર્ગથી આવે છે અને હરિયાણામાં કોંગ્રેસનો મોટો ચહેરો છે. હરિયાણા વિધાનસભામાં 17 બેઠકો અનુસૂચિત જાતિની આરક્ષિત છે અને શૈલજાનો હરિયાણાની 21 બેઠકો પર સીધો પ્રભાવ પડે છે.

આ પણ વાંચોઃ ચૂંટણી પહેલા કોંગ્રેસનું વધ્યું ટેન્શન: CM પદની રેસમાં ગણાતા મહિલા નેતા નારાજ, ભાજપ થયું આક્રમક

કોંગ્રેસથી કેમ નારાજ છે શૈલજા?

  • કારણ 1- કુમારી શૈલજાની નારાજગીનું મોટું કારણ હુડ્ડા જૂથ સાથેનો તણાવ છે. હરિયાણા કોંગ્રેસમાં બે જૂથ બની ગયાં છે. પહેલું જૂથ હુડ્ડા પિતા-પુત્રનું છે અને બીજુ જૂથ કુમારી શૈલજા, રણદીપ સુરજેવાલા અને કિરણ ચૌધરીનું છે. કિરણ ચૌધરી તો કોંગ્રેસથી નારાજ થઈને ભાજપમાં જોડાઈ ગઈ છે. શૈલજાના જૂથમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી બિરેન્દ્ર સિંહ પણ છે. એવામાં જો જૂથવાદ ખતમ નહીં થાય કો ચૂંટણીમાં કોંગ્રેસને ભારે નુકસાન થઈ શકે છે.
  • કારણ 2- ટિકિટ વિતરણમાં કુમારી શૈલજાનું એટલું પ્રભુત્વ જોવા ન હતું મળ્યું. શૈલજાએ હરિયાણા ચૂંટણીમાં કોંગ્રેસ હાઇકમાન્ડ પાસેથી 35 બેઠકો માંગી હતી, પરંતુ હાઇકમાન્ડે હુડ્ડા સમર્થકોને વધુ મહત્ત્વ આપ્યું. જેના કારણે 90માંથી 72 બેઠકો હુડ્ડા સમર્થકોને મળી છે અને શૈલજાના જૂથને ફક્ત 4 બેઠકો જ મળી છે. આ સિવાય શૈલજાના નજીકના ગણાતા અજય ચૌધરીને પણ નારનૌંદ બેઠક પરથી ટિકિટ નથી મળી.
  • કારણ 3- નારનૌંદ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર જસ્સી પેટવાડના નામાંકન કાર્યક્રમમાં એક સમર્થકે કુમારી શૈલજા પર જાતિગત ટિપ્પણી કરી હતી. આ મામલો વકરતા ઘણી જગ્યાએ વિરોધો પણ થયાં. ત્યારબાદ, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને નિવેદન આપવું પડ્યુ્ં. એવામાં જો દલિત મતદારો આ ટિપ્પણીથી નારાજ થયાં તો કોંગ્રેસને આરક્ષિત બેઠકો પર હારનો સામનો કરવો પડી શકે છે.

Google NewsGoogle News