Get The App

હરિયાણામાં વિનેશ ફોગાટ સામે કેપ્ટન બૈરાગી મેદાનમાં, માટે ભાજપની 21 ઉમેદવારની બીજી યાદી જાહેર

Updated: Sep 10th, 2024

GS TEAM


Google News
Google News
BJP Candidate Second List


Haryana Assembly Election 2024 BJP Candidate Second List : હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 21 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ પહેલા ભાજપે 67 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આ યાદીમાં સૌથી ચર્ચાસ્પદ બેઠક પર કેપ્ટન બૈરાગીને મેદાનમાં ઉતાર્યા છે, એટલે કે તેઓ વિનોશ ફોગાટને ટક્કર આપશે.

વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કરાઈ

ભાજપે ગણૌર બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય નિર્મલ રાનીના બદલે દેવેન્દ્ર કૌશિકને ઉમેદવાર બનાવ્યા છે. રાય બેઠક પરથી પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલીના બદલે કૃષ્ણા ગહલાવતને ઉમેદવાર બનાવ્યા છે. આ ઉપરાંત પટૌડીથી વર્તમાન ભાજપ ધારાસભ્ય સત્ય પ્રકાશને પણ બાકાત કરી દેવાયા છે અને તેમના સ્થાને બિમલા ચૌધરીને ચૂંટણી મેદાનમાં ઉતારાયા છે. બધકલથી ભાજપના વર્તમાન ધારાસભ્ય સીમા ત્રિખાની ટિકિટ કપાઈ છે અને તેમના સ્થાને ધનેશ અધલખા બધકલને ટિકિટ ફાળવવામાં આવી છે.

હરિયાણામાં વિનેશ ફોગાટ સામે કેપ્ટન બૈરાગી મેદાનમાં, માટે ભાજપની 21 ઉમેદવારની બીજી યાદી જાહેર 2 - image

હરિયાણામાં વિનેશ ફોગાટ સામે કેપ્ટન બૈરાગી મેદાનમાં, માટે ભાજપની 21 ઉમેદવારની બીજી યાદી જાહેર 3 - image

Tags :