હરિયાણાની ચૂંટણીમાં મોટો ખેલ, 48 બળવાખોરોએ વધાર્યું ભાજપ-કોંગ્રેસનું ટેન્શન, જુઓ યાદી

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
BJP And Congress



Haryana Assembly Election 2024 BJP-Congress Rebel Leader : હરિયાણાની ચૂંટણી જાહેર થયા બાદ રાજ્યમાં ઘણી ઉથલપાથલ જોવા મળી રહી છે. એકતરફ રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કોંગ્રેસનું બળ વધાર્યું છે, તો બીજીતરફ ભાજપ રાજ્યમાં અનેક પડકારોનો સામનો કરી રહી છે. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીએ પણ રાજ્યમાં એન્ટ્રી કરતા રાજ્યમાં ત્રિપાંખીયો જંગ ઉભો કરી નાખ્યો છે. ચૂંટણીમાં આટલી બધી કમઠાણ વચ્ચે સત્તાધારી ભાજપ અને વિપક્ષી કોંગ્રેસ બળવાખોરોની સમસ્યાનો પણ સામનો કરી રહી છે. બળવાખોરોની વાત કરીએ તો ભાજપના 19 બળવાખોરોમાંથી 15 અને કોંગ્રેસના 29માંથી 20 નેતાઓએ ચૂંટણીમાં ઝંપ લાવ્યું છે.

બળવાખોર નેતાઓને ઉમેદવારી પરત ખેંચવા ભાજપ-કોંગ્રેસની અપીલ

ભાજપ અને કોંગ્રેસ માટે રાહતની વાત એ છે કે, કોંગ્રેસ સાત મતવિસ્તારમાં 12 અસંતુષ્ટો મનાવવામાં જ્યારે ભાજપ 6 બળવાખોરોને મનાવવામાં સફળ થઈ છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ વિનંતી કર્યા બાદ 6 બળવાખોરોને પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. કોંગ્રેસ સાંસદ દિપેન્દ્ર હુડ્ડા અને મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પણ બળવાખોરોને ઉમેદવારી પાછી ખેંચવાની વિનંતી કરતા જોવા મળ્યા છે. ભાજપના જે બળવાખોરોએ નામ પાછા ખેંચ્યા છે, તેમાં વરિષ્ઠ નેતા રામ બિલાસ શર્માનું પણ નામ સામેલ છે.

આ પણ વાંચોઃ બ્રુનેઇ, સિંગાપોર બાદ વડાપ્રધાન મોદી અમેરિકા મુલાકાતે જશે, ક્વૉડ સમિટમાં ભાગ લેશે

ભાજપના 15 બળવાખોરો પાર્ટીના ઉમેદવારની વિરુદ્ધમાં ઉતર્યા

ભાજપના 19 બળવાખોરો વરિષ્ઠ નેતાઓની અપીલની પણ અવગણના કરી છે અને તેમાંથી 15 બળવાખોરોએ પાર્ટીના જ ઉમેદવારની વિરુદ્ધમાં લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ભાજપના અસંતુષ્ટોમાં ઉદ્યોગપતિ સાવિત્રી જિંદલનું પણ નામ છે અને પાર્ટીએ તેમને હિસાર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી આપવાનો ઈન્કાર કરી દીધો છે. જિંદલ અને ગૌતમ સરદાતના પાર્ટીના ઉમેદવાર ડૉ.કમલ ગુપ્તા વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા છે.

ભાજપના આ બળવાખોરો પાર્ટીને નુકસાન કરે તેવી ભીતિ

  1. હિસારથી ઉદ્યોગપતિ સાવિત્રી જિંદલ
  2. હિસારથી ગૌતમ સરદાત
  3. રાનિયા બેઠકથી રણજીત સિંહ
  4. તોશામ બેઠકથી શશિ રંજન પરમાર
  5. ગન્નૌરથી દેવેન્દ્ર કાદયાન
  6. પૃથલાથી નયન પાલ રાવત
  7. પૃથલાથી દીપક ડાગર
  8. લાડવાથી સંદીપ ગર્ગ
  9. ભિવાનીથી પ્રિયા અસિજા
  10. રેવાડીથી પ્રશાંત સન્ની
  11. સફીદોથી બચ્ચન સિંહ
  12. સફીદોથી જસવીર દેશવાલ
  13. બેરીથી અમિત
  14. મહમથી રાધા અહલાવત
  15. ઈજ્જરથી સતબીર સિંહ
  16. પૂંડરીથી દિનેશ કૌશિક,
  17. કલાયતથી વિનોદ નિર્મલ
  18. કલાયતથી આનંદ રાણા
  19. ઈસરાનાના સત્યવાન શેરા

આ પણ વાંચોઃ નોકરીઓમાં મહિલાની સુરક્ષા અને નાઈટ શિફ્ટ અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય, જાણો શું કહ્યું

આ બળવાખોરોએ કોંગ્રેસનું પણ ટેન્શન વધાર્યું

  1. પૃથલા બેઠકથી નીતુ માન
  2. પટૌડી બેઠકથી સુધીર ચૌધરી
  3. કોસલીથી મનોજ
  4. કલાયતથી સતવિંદર
  5. કલાયતથી અનિતા ધુલ
  6. કલાયતથી દીપક
  7. કલાયતથી સુમિત
  8. ગુહાલાથી નરેશ ધાંડે
  9. ગુહાલાથી દલુરામ
  10. ગોહાનાથી હર્ષ છિકારા
  11. ઈજ્જરથી સંજીત
  12. જીંદથી પ્રદીપ ગિલ
  13. ઉચાના કલા બેઠકથી વિરેન્દ્ર ઘોઘડિયા
  14. ઉચાના કલા બેઠકથી દિલબાગ સાંડિલ
  15. બહાદુરગઢના રાજેશ જૂન
  16. બરવાળાથી સંજના સાતરોડ
  17. પાનીપત (ગ્રામીણ)થી વિજય જૈન
  18. પાણીપત (શહેર)થી રોહિતા રેવાડી
  19. ભિવાનીથી અભિજીત
  20. ભિવાનીથી નીલમ અગ્રવાલ
  21. બરોડાથી કપૂર નરવાલ 
  22. ભવાનીખેડાથી સતબીર રાટેરા
  23. તિગાંવથી લલિત નાગર
  24. બલ્લભગઢથી શારદા રાઠોડ
  25. અંબાલા કેન્ટથી ચિત્રા સરવારા
  26. પુંડરીથી રણધીર ગોલન
  27. પુંડરીથી સજ્જન ઢુલ
  28. પુંડરીથી સતબીર
  29. પુંડરીથી સુનીતા બતાન

48 બળવાખોરો સહિત 1031 ઉમેદવારો મેદાનમાં

હરિયાણાની ચૂંટણીમાં 48 બળવાખોરો સહિત 1031 ઉમેદવારો મેદાનમાં ઝંપ લાવ્યું છે. વર્ષ 2019ની ચૂંટણીમાં કુલ 1169 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. ભાજપ અને કોંગ્રેસ પાસે 89 ઉમેદવારો છે. જ્યારે CPIMએ એક, INLD-BSPએ 87 અને JJP-ASPએ 83 ઉમેદવારોને ટિકિટ આપી છે.


Google NewsGoogle News