અબ નહીં તો કબ...' કોલકાતા દુષ્કર્મ કાંડ પર ભડક્યો ભજ્જી, મુખ્યમંત્રી મમતાને પત્ર લખીને કરી માગ

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
harbhajan singh
Image Social Media

Harbhajan Singh Wrote Painful Note to Bengal CM : કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શનો શરુ થયા છે. હવે આ મામલે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ હરભજન સિંહનું નિવેદન સામે આવ્યું છે. ભજ્જીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને પીડિતને ન્યાય અપાવવામાં થઈ રહેલા વિલંબને લઈને 'ઊંડું દુઃખ' વ્યક્ત કર્યું છે.

વિનંતી છે કે, ઝડપથી કાર્યવાહી થાય..

હરભજન સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લેટર શેર કરતાં લખ્યું છે, કે 'મેં પશ્ચિમ બંગાળના માનનીય મુખ્યમંત્રી મમતા બેનર્જી અને બંગાળના રાજ્યપાલને હૃદયપૂર્વક વિનંતી કરી છે કે, તેઓ આ મામલે ઝડપથી અને નિર્ણાયક રીતે કાર્યવાહી કરે.'

આ પણ વાંચો : દર બે કલાકે આપો રિપોર્ટ: કાયદો વ્યવસ્થાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રાલયનો તમામ રાજ્યોને કડક આદેશ

આપણે આપણી જાતને પૂછવું જોઈએ, જો અત્યારે નહીં, તો ક્યારે?

હરભજનનું કહેવું છે કે, 'મહિલાઓની સુરક્ષા અને ગૌરવ સાથે કોઈ બાંધછોડ ન કરી શકાય. આ જધન્ય અપરાધના ગુનેગારોને કાયદાના પાઠ ભણાવવો જોઈએ અને યોગ્ય સજા પણ થવી જોઈએ. તો જ આપણે આપણી સિસ્ટમમાં વિશ્વાસને પુનઃસ્થાપિત કરી શકીશું અને આવી ત્રાસદાયક ઘટના ફરી ક્યારેય ન બને. આ સાથે આપણે એક એવા સમાજ બનાવી શકીએ છીએ, કે જ્યાં દરેક સ્ત્રી પોતાની જાતને સુરક્ષિત હોવાનો અનુભવ મહેસુસ કરી શકે. આપણે આપણી જાતને પૂછવું જોઈએ, જો અત્યારે નહીં, તો ક્યારે? મને લાગે છે કે, હવે આકરા  પગલાં લેવાનો સમય આવી ગયો છે.

આપણા સમાજની દરેક મહિલાની ગરિમા અને સુરક્ષા પર ગંભીર હુમલો છે

હરભજને મમતા બેનર્જીને લખેલા બે પાનાના પત્રમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ અને ભારતના નાગરિકોને સંબોધિત કર્યા. હરભજને પોતાના પત્રમાં લખ્યું છે કે, 'હિંસાના આ અકલ્પનીય કૃત્યથી આપણા દરેકના અંતરાત્માને હચમચાવી દીધા છે. આ માત્ર એક વ્યક્તિ વિરુદ્ધ જધન્ય અપરાધ નથી, પરંતુ આપણા સમાજની દરેક મહિલાની ગરિમા અને સુરક્ષા પર ગંભીર હુમલો છે. " આ આપણા સમાજમાં ઊંડા મૂળમાં રહેલા મુદ્દાઓનું પ્રતિબિંબ છે અને અધિકારીઓ દ્વારા પ્રણાલીગત પરિવર્તન અને તેના પર તાત્કાલિક પગલાં લેવાની  જરૂરિયાતનું સ્પષ્ટ રીમાઇન્ડર છે."

આ પણ વાંચો : ...તો કોલકાતા દુષ્કર્મ પીડિતાની ઓળખ ભાજપના દિગ્ગજ નેતાએ જાહેર કરી? પોલીસે નોટિસ ફટકારી

એક અઠવાડિયા કરતાં વધુ સમય વીતી ગયો...

પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, 'આ પ્રકારની ક્રૂરતા એક આરોગ્ય સંસ્થાના પરિસરમાં બની હતી, જે લોકોની સારવાર અને જીવન બચાવવા માટેનું પવિત્ર સ્થાન છે. આ ખૂબ જ આઘાતજનક અને અસ્વીકાર્ય છે. એક અઠવાડિયા કરતાં વધુ સમય વીતી ગયો છે, અને અમને હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી જોવા મળી નથી, જેના કારણે ડોકટરો અને તબીબી સમુદાયને રસ્તા પર ઉતરીને વિરોધ કરવો પડી રહ્યો છે. તબીબી સમુદાય પહેલેથી જ પડકારજનક પરિસ્થિતિમાં કામ કરી રહ્યો છે. આવી ઘટનાઓ પછી આપણે તેમનું સમર્પણની સાથે તેમના કર્તવ્યોનું પાલન કરવાની આશા કેવી રીતે કરી શકીએ,જ્યારે તેમની પોતાની સલામતી આટલા ગંભીર જોખમમાં હોય...."


Google NewsGoogle News