અયોધ્યામાં ભાજપની હાર મુદ્દે વાતોના વડા કરવા મહંત રાજુ દાસને ભારે પડ્યા, યોગી સરકારે સુરક્ષા હટાવી

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
mahant raju das and dm nitish kumar


DM Removed Security of Mahant Raju Das: હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા અયોધ્યાના હનુમાનગઢીના સંત રાજુ દાસની આ વખતે ત્યાંના ડીએમ સાથે ઝઘડી પડ્યા હતા. યોગી સરકારના બે મંત્રીઓ સામે રાજુ દાસ અને અયોધ્યાના ડીએમ નીતિશ કુમાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. 

સ્થિતિ એવી બની હતી કે ડીએમએ રાજુ દાસ સાથે ત્યાં બેસવાની ના પાડી દીધી હતી. મહંત રાજુ દાસ ડીએમ પર તેમની સુરક્ષા હટાવવા પર નારાજ હતા. સામે ડીએમ નીતિશ કુમાર અધિકારીઓને લઈને મહંત રાજુ દાસના નિવેદનથી ખૂબ નારાજ હતા. રાજુ દાસે પણ સુરક્ષા હટાવવાને તેમની હત્યાનું કાવતરું ગણાવ્યું હતું.

મહંત રાજુ દાસે સ્થાનિક પ્રશાસન આરોપ લગાવ્યા

યોગી સરકારના કેબિનેટ મંત્રી સૂર્ય પ્રતાપ શાહી અને જયવીર સિંહ લોકસભા ચૂંટણીમાં ભાજપની હારની સમીક્ષા કરવા અયોધ્યા ગયા  હતા. બેઠકમાં રાજુ દાસને પણ બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ડીએમ નીતિશ કુમાર પણ ત્યાં પહોંચી ગયા હતા. એવામાં રાજુ દાસે સ્થાનિક પ્રશાસન પર ઘણા આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, 'અમારી સુરક્ષા હટાવવી દુઃખદ છે અને મારા પર ગમે ત્યારે હુમલો થઈ શકે છે, આની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે.'

ડીએમએ પણ ખુલ્લેઆમ મહંત વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા

આના પર ડીએમએ પણ જવાબ આપ્યો. જ્યારે રાજુ દાસે તેમની સુરક્ષા હટાવવા અંગે મંત્રીઓને ફરિયાદ કરી ત્યારે ડીએમએ પણ ખુલ્લેઆમ મહંત વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા. જેના કારણે વિવાદ વધ્યો હતો. બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. મામલો વધુ ઉગ્ર બને તે પહેલા ડીએમ સ્થળ છોડી ગયા હતા.

ચૂંટણી જવાબદારી અધિકારીઓની હતી- મહંત રાજુ દાસ 

મહંત રાજુ દાસે કહ્યું, ' અમે હારના કારણોની વાત કરતા હતા. ત્યારે મેં કહ્યું કે આચારસંહિતા લાગુ હતી ત્યારે મારા વિસ્તારમાં ચૂંટણી હતી. એ સ્થિતિમાં મકાન ખાલી કરવાની કે તોડફોડની નોટિસો આપવા જેવી ન હતી. આ જ કારણસર અયોધ્યાવાસીઓના મનમાં ખરાબ ભાવ આવ્યો. આ બધી જવાબદારી અધિકારીઓની હતી. શું લોકશાહીમાં હું એટલું પણ ના કહી શકું કે ડીએમ સાહેબનું કામ બરાબર ન હતું.'

મારા પર હુમલો થશે તો જવાબદારી સ્થાનિક તંત્રની રહેશે

નોંધનીય છે કે, રાજુ દાસ અને ડીએમ વચ્ચે આ મુદ્દે ઉગ્ર ચર્ચા થઈ. બાદમાં યોગી સરકારે રાજુ દાસની સુરક્ષા હટાવી લીધી હતી. તે અંગે તેમણે કહ્યું છે કે, 'મારા પર ગમે ત્યારે હુમલો થઈ શકે છે. એવું થશે તો તેની જવાબદારી સ્થાનિક તંત્રની રહેશે.'

અયોધ્યામાં ભાજપની હાર મુદ્દે વાતોના વડા કરવા મહંત રાજુ દાસને ભારે પડ્યા, યોગી સરકારે સુરક્ષા હટાવી 2 - image



Google NewsGoogle News