Get The App

ઈઝરાયલી સેના પર હમાસનો મોટો હુમલો, 21 સૈનિકોના થયા મોત

હમાસ સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈઝરાયલના 200થી વધુ સૈનિકો માર્યા ગયા છે

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
ઈઝરાયલી સેના પર હમાસનો મોટો હુમલો, 21 સૈનિકોના થયા મોત 1 - image


Israel Hamas War: ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ હજુ શાંત પડ્યું નથી. ઈઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે, મધ્ય ગાઝામાં હમાસ સાથેના યુદ્ધ તેના 21 સૈનિકો માર્યા ગયા છે.યુદ્ધ શરૂ થયા બાદ સેનાને થયેલું આ સૌથી મોટું નુકસાન છે. 

અહેવાલ અનુસાર, ઈઝરાયલની સેનાના મુખ્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હેગારીએ જણાવ્યું હતું કે, 'સૈનિકો સોમવારે મધ્ય ગાઝામાં બે ઈમારતોને તોડી પાડવા માટે વિસ્ફોટકોનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે એક આતંકીએ રોકેટ સંચાલિત ગ્રેનેડ છોડ્યો હતો. જેના કારણે વિસ્ફોટકો ફૂટ્યા અને ઈમારતો ધરાશાયી થતા સૈનિકો કાટમાળ નીચે દટાઈ ગયા અને મૃત્યુ પામ્યા હતા.'

ઈમારતમાં વિસ્ફોટકોનો જથ્થો હોવાની આશંકા

ઈઝરાયલની સેના આ વિસ્ફોટ પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં એવું માનવામાં આવે છે કે જે ઈમારતમાં વિસ્ફોટ થયો હતો ત્યાં મોટી માત્રામાં વિસ્ફોટકો જથ્થો રાખવામાં આવ્યા હતો. ઈઝરાયલના સૈનિકો ત્યાં હાજર હતા ત્યારે ઈમારત પર આરપીજીથી હુમલો કરવામાં આવ્યો હતો, આ વિસ્ફોટને કારણે બે ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. ઈમારતોના કાટમાળ અને વિસ્ફોટોમાં સૈનિકોના મોત થયા હતા.

અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા 

ગાઝાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં 25,295 ગાઝાના લોકો માર્યા ગયા છે. સાત ઓક્ટોબરના હુમલામાં લગભગ 1,200 ઈઝરાયલના લોકો માર્યા ગયા હતા.


Google NewsGoogle News