કેરલમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન હમાસ નેતાનું ઓનલાઇન સંબોધન, સરકારે આપવા પડયા તપાસના આદેશ
ડાબેરી સરકાર પર હમાસ નેતાનું સંબોધન નહી અટકાવવાનો આરોપ
પહેલાથી રેકોર્ડ સંબોધનમાં શું સામગ્રી હતી તેની માહિતી મેળવાશે
તિરુઅનંતપુરમ,૩૦ ઓકટોબર,૨૦૨૩,સોમવાર
કેરલમાં એક કાર્યક્રમ દરમિયાન હમાસના નેતાનો ઓનલાઇન વીડિયો દર્શાવવામાં આવ્યો હોવાની ઘટનાએ જોર પકડયું છે. આ અંગે કેરલના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને પોલીસ તપાસ કરીને જે વાંક જણાશે તો કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. સંબોધન પહેલાથી રેકોર્ડ કરવામાં આવ્યું છે અને તેમાં શું છે તેની પણ જાણકારી મેળવવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ઇસ્લામી સમૂહના એક કાર્યક્રમમાં હમાસ નેતા દ્વારા કથિત રીતે સંબોધન બાબતે વિવાદ ઉઠયો હતો.
કેરલ સરકારે પેલેસ્ટાઇનીઓનું સમર્થન કરનારા પર જુઠા આરોપ મુકવાનો વિપક્ષ ભાજપ પર આરોપ મુકયો હતો. ભાજપે કેરલની ડાબેરી સરકાર પર હમાસ નેતાનું સંબોધન નહી અટકાવવાનો આરોપ મુકયો હતો. કેરલના રાજકારણમાં વર્ષોથી વિચારધારાની લડાઇ ચાલતી રહી છે તેમાં હમાસ વીડિયોના સંબોધને વિવાદ વધ્યો હતો.તાજેતરમાં ઇઝરાયેલ પર હુમલો કર્યા પછી પેલેસ્ટાઇનનું આતંકી સંગઠન હમાસ ચર્ચામાં આવ્યું છે.