કેરળમાં યોજાયેલી રેલીમાં હમાસ નેતાની હાજરી, ભાષણ પણ આપ્યું, વિપક્ષ આકરા પાણીએ

આ કાર્યક્રમમાં હમાસ નેતા ખાલિદ માશેલ લોકોને સંબોધિત કરતા જોવા મળ્યા

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
કેરળમાં યોજાયેલી રેલીમાં હમાસ નેતાની હાજરી, ભાષણ પણ આપ્યું, વિપક્ષ આકરા પાણીએ 1 - image

 
Khaled Mashal, the leader of Hamas, addressed the youth wing of Jamaat-e-Islami : ગઈકાલે કેરળના મલપ્પુરમમાં સોલીડેરિટી યૂથ મૂવમેન્ટ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા કથિત રૂપથી 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમલો કરવામાં આવેલા આંતકવાદી સમૂહ હમાસના એક નેતાએ ભાગ લીધો હતો. સોલીડેરિટી યૂથ મૂવમેન્ટએ જમાત-એ-ઇસ્લામીની યુવા શાખા છે. એક વિડીયોમાં હમાસ નેતા ખાલિદ માશેલ લોકોને સંબોધિત કરતા જોવા મળ્યા હતા.

આ રેલીનો ભાજપ દ્વારા વિરોધ 

એક અહેવાલ મુજબ, ખાલિદ માશેલે રેલીને ઓનલાઈન સંબોધિત કરી હતી. આ રેલીમાં માશેલના સંબોધનની ભાજપના પ્રમુખ દ્વારા નિંદા કરવામાં આવી હતી. તેમણે આ મામલે કેરલ પોલીસ પર સવાલ ઉઠાવ્યો હતો અને માશેલની ભાગીદારી વિરુધ કાર્યવાહીની માંગ પણ કરી હતી.  

કેરળ સરકારનું આ વર્તન  અસ્વીકાર્ય : ભાજપ 

કેરળ ભાજપ પ્રમુખ સુરેન્દ્રને ટ્વીટર પર લખ્યું હતું કે, મલપ્પુરમમાં સોલીડેરિટી કાર્યક્રમમાં હમાસ નેતા ખાલિદ માશેલનું વર્ચ્યુલ સંબોધન ચિંતાજનક છે. પીનરાઈ વિજયનની કેરલ પોલીસ ક્યાં છે? 'પેલેસ્ટાઈન બચાવો'ની રાહમાં તે એક આંતકવાદી સંગઠન હમાસ અને તેના નેતાઓને એક યોદ્ધાના રૂપે પ્રકાશિત કરી રહી છે જે અસ્વીકાર્ય છે.    

શશિ થરૂરે રેલીની મહત્વતા જણાવી 

કોંગ્રેસ કાર્ય સમિતિના સદસ્ય શશિ થરૂર આ રેલીના મુખ્ય અતિથિ હતા. આ સભાને સંબોધિત કરતા શશિ થરુરે 20 દિવસથી ચાલી રહેલા હમાસ-ઇઝરાયેલ યુદ્ધમાં જીવ ગુમાવેલા નિર્દોષ લોકોને યાદ કરી અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આ રેલી ભારતમાં આયોજિત અને લગભગ દુનિયાના માનવાધિકારોના રક્ષણ અને શાંતિના પક્ષમાં સૌથી મહત્વપૂર્ણ રાજનૈતિક રેલિયોમાની એક રેલી છે. આ રેલીનો મુખ્ય ઉદેશ્ય શાંતિ માટેનો છે. 



Google NewsGoogle News