ઈઝરાયલે હમાસના એરફોર્સના હેડક્વાર્ટરને ઉડાવી નાખ્યું, માસ્ટરમાઈન્ડ એર વિંગ કમાન્ડરને ઠાર માર્યો

અબુ મુરાદ હેડક્વાર્ટરથી હમાસના આતંકીઓને નિયંત્રિત કરતો હોવાનો દાવો

તેના કહેવા પર જ હેંગ ગ્લાઈડરના સહારે હમાસના લડાકૂઓ ઈઝરાયલમાં પ્રવેશ્યા હતા

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
ઈઝરાયલે હમાસના એરફોર્સના હેડક્વાર્ટરને ઉડાવી નાખ્યું, માસ્ટરમાઈન્ડ એર વિંગ કમાન્ડરને ઠાર માર્યો 1 - image

israel palestine war | હમાસના હુમલા બાદ ઈઝરાયલ સતત ગાઝા પટ્ટી પર હુમલો કરી રહ્યો છે. ગત રાતે પણ જોરદાર બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં હમાસ આતંકી સમૂહનો એક સિનિયર કમાન્ડર ઠાર મરાયો છે. એક અહેવાલમાં આ દાવો કરાયો હતો. 

હવાઇ વિંગનો પ્રમુખ હતો 

ઈઝરાયલી સેનાના હવાલાથી રિપોર્ટમાં કહેવાયું છે કે હવાઈ હુમલામાં હમાસના હવાઈ વિંગનો પ્રમુખ અબુ મુરાદનું (Hamas Air wing Commander Abu Murad) મોત નીપજ્યું છે. ઈઝરાયલી એરફોર્સના હમાસના હેડક્વાર્ટરને નિશાન બનાવાયું હતું. અહીંથી જ આતંકી સંગઠન તેની હવાઈ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરી રહ્યો હોવાનો દાવો કરાયો છે.  

આતંકીઓને આપતો હતો નિર્દેશ

અહેવાલમાં દાવો કરાયો છે કે ગત અઠવાડિયે નરસંહાર દરમિયાન આતંકીઓને નિર્દેશ આપવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેના કહેવા પર જ હેંગ ગ્લાઈડરના સહારે હમાસના લડાકૂઓ ઈઝરાયલમાં પ્રવેશ્યા હતા. 

ઈઝરાયલે હમાસના એરફોર્સના હેડક્વાર્ટરને ઉડાવી નાખ્યું, માસ્ટરમાઈન્ડ એર વિંગ કમાન્ડરને ઠાર માર્યો 2 - image


Google NewsGoogle News