હલ્દવાની રમખાણોએ કોમી વળાંક લીધો 2નાં મૃત્યુ, 100થી વધુ ઘાયલ, શાળા-ઇન્ટરનેટ બંધ
- પેટ્રોલ ભરેલી બાટલીઓ સળગાવી ફેંકાઈ
- ગેરકાયદ બંધાયેલી મદ્રેસા તોડવા જતાં હિંસા ભડકી : તોફાનીઓએ પથ્થરો, ઇંટો, વ. ધાબા પર પહેલેથી જ રાખ્યા હતા : ડીએમ વંદના સિંહ
દહેરાદુન : નૈનીતાલ જિલ્લાનાં હલ્દવાનીમાં એક ગેરકાયદ બાંધવામાં આવેલી એક મદ્રસા તોડી પાડવામાં આવતાં ફાટી નીકળેલી હિંસાએ અચાનક કોમી વળાંક લઈ લીધો હતો અને તોફાનો ડામવા કરાયેલા ગોળીબારમાં બેનાં મૃત્યુ થયા હતા. જયારે તોફાનોને લીધે પથ્થરમારામાં ૧૦૦થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. તોફાનો પછી એટલી હદે વકર્યા હતા કે આખર કલેકટર વંદના સિંહને ફર્સ્ટ કલાસ મજિસ્ટ્રેટની સાથે ચર્ચા કરી આખરે શૂટ-એટ-સાઇટ (દેખો ત્યાં ઠાર મારો)નો હુકમ આપવો પડયો હતો.
ગુરુવારે સાંજે બનલી આ ઘટના નજરોનજર જોનારાઓના કહેવા પ્રમાણે હલ્દવાની શહરના બાનભૂલપુરા વિસ્તારમાં આવેલી ક મદ્રેસાન તોડી પાડવામાં આવતાં હિંસા ભડકી ઊઠી હતી અને તેણે પછીથી કોમી વળાંક પણ લઈ લીધો હતો. આ અંગે સરકારી સૂત્રો જણાવે છે કે વાસ્તવમાં તે મદ્રેસા સરકારી જમીન ઉપર કોઇની પણ રજા મંજૂરી સિવાય બાંધવી શરૂ થઈ હતી. ત્યારે જ શહેરના મ્યુનિસિપાલીટીએ તેને આગળ નહીં વધવાની નોટિસ આપી હતી. છતાં બાંધકામ ચાલુ રહેતાં બીજી વખત પણ નોટીસ અપાઇ તેમ છતાં બાંધકામ બંધ કરાયું નહીં આખરે સત્તાવાળાઓનેઆ પગલું ભરવુ પડયું હતું.
આ સાથે ડીમ વંદના સિંહ અને અન્ય અધિકારીઓનું કહેવું હતું કે, માત્ર આ એક જ મદ્રેસા તોડી પાડવામાં નથી આવી. તે ઉપરાંત અન્ય કેટલાએ ગેરકાયદે બંધાયેલા મકાનો તોડી પાડવાની કામગીરી તો તે વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી ચાલી રહી છે. આ મદ્રેસા પણ તોડી પડાશે તેવી નોટીસ પણ આઠ દિવસ પહેલા અપાઇ હતી. મદ્રેસા તથા બાજુમાં બંધાયેલી મઝાર પણ ગેરકાયદે જ હતી. તે પણ તોડી પાડવાની શરૂઆત થતાં મામલો બિચકયો હતો. તોફાનીઓએ પેટ્રોલ બોંબ પણ ફેંકયા હતા. તેઓ પહેલેથી જ ઇંટ પથ્થરો ધાબા પર રાખી તૈયાર હતા. અનક વાહનોને સળગાવ્યા, આથી શાળા-કોલજ ઇન્ટરનેટ બંધ કરાયા.