Get The App

હલદ્વાની હિંસાના આરોપીનું રટણ, હું હિંસાનો માસ્ટરમાઈન્ડ નથી, દબાણ હટાવતી વખતે વિવાદ કરનારો છે ગુનેગાર

દબાણ હટાવવા સમયે અબ્દુલ મલિકે બબાલની શરૂ કરી હતી : આજથી ફરી ઈન્ટરનેટ સેવા શરૂ

હલદ્વાનીમાં ગેરકાયદે દબાણ તોડ્યા બાદ થયેલી હિંસામાં 6ના મોત, 250થી વધુ લોકો ઈજાગ્રસ્ત

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
હલદ્વાની હિંસાના આરોપીનું રટણ, હું હિંસાનો માસ્ટરમાઈન્ડ નથી, દબાણ હટાવતી વખતે વિવાદ કરનારો છે ગુનેગાર 1 - image


Haldwani Violence : ઉત્તરાખંડનાં હલદ્વાનીમાં દબાણ હટાવવા સમયે બબાલના માસ્ટરમાઈન્ડ કહેવાતો અબ્દુલ મલિકની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી અને ઉત્તરાખંડ પોલીસની સંયુક્ત ટીમે મલિકની દિલ્હીમાંથી ધરપકડ કરી છે. જોકે આ મામલે પોલીસે કોઈ સત્તાવાર નિવેદન આપી રહી નથી. પોલીસે હિંસામાં અત્યાર સુધીમાં 60થી વધુ લોકોની ધરપકડ કરી છે. પોલીસે સર્ચ ઓપરેશન કરી બે વર્તમાન કાઉન્સિલરો સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, દિલ્હી પોલીસે અબ્દુલ મલિકની પણ આજે ધરપકડ કરી લીધી છે.

હલદ્વાનીમાં ઈન્ટરનેટ સેવા શરૂ કરાઈ

હલદ્વાનીમાં હિંસા બાદ બંધ કરાયેલી ઈન્ટરનેટ સેવા ફરી શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ પોલીસે ચેતવણી આપી છે કે, જો કોઈ સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનો પ્રયાસ કરશે અને કાયદો વ્યવસ્થાનું ઉલ્લંઘન કરશે તેમજ ભડકાઉ પોસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટ કરશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

હલ્દવાની હિંસામાં 6 લોકોનાં મોત

ઉત્તરાખંડમાં હલ્દવાનીના બનભુલપુરા વિસ્તારમાં સરકારી જમીનમાં બનેલા એક મદરેસા પર બૂલડોઝર ફરતાં સ્થાનિક લોકોએ ગુરુવારે સાંજે નગર પાલિકા તેમજ પોલીસના વાહનોમાં આગ લગાવી દીધી હતી. સરકારી કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાના પગલે આખાય વિસ્તારમાં તંગદિલી સર્જાઈ હતી. બબાલમાં 6 લોકોના મોત થઇ ચૂક્યા હતા. મહિલા એસડીએમ અને એસપી સહિત અંદાજિત 250થી વધુ લોકો પથ્થરમારામાં ઇજાગ્રસ્ત થયા હતા. સરકારે ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દીધી હતી. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઈમરજન્સી સમીક્ષા બેઠક બોલાવી હતી અને તોફાની તત્વોને દેખો ત્યાં ઠારનો આદેશ આપતા મામલો વધારે ગંભીર બન્યો હતો.

તોફાનીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ

ઉલ્લેખનિય છે કે, હિંસા બાદ પરિસ્થિતિને જોતા ડીએમ વંદનાએ નાઇટ કર્ફ્યુ લગાવી દીધો હતો અને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપ્યા હતો. ગુરુવારે રાતથી જ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ચાર કંપની પીએસી સહિત જિલ્લાભરના પોલીસ સ્ટેશન અને ચોકીઓનો સ્ટાફ બનભુલપુરામાં ખડકી દેવાયો હતો. શુક્રવારે બજારો અને તમામ શાળાઓ બંધ રાખવાની સૂચના પણ આપવામાં આવી હતી. જોકે હવે સ્થિતિ સ્થાળે પડતા સરકારે ફરી ઈન્ટરનેટ સેવા શરૂ કરી દીધી છે.

શું હતો વિવાદ ?

જે જમીન પર વિવાદ ચાલી રહ્યો છે, તે જમીની હક્ક મામલે ઘણી ગૂંચવણો ઉભી થઈ છે. જમીન કોઈકને કૃષિ કામગીરી માટે મળે છે, તો કોઈ તેને વેચી નાખે છે, બાદમાં તે જમીન અબ્દુલ મલિકના પિતાને ભેટમાં મળી ગઈ, ત્યારબાદ જમીન માલિક પાસે આવી જાય છે. બનભુલપુરા વિસ્તારના રહેવાસીઓનો દાવો છે કે, કૉલોનિયમ સરકારે 1937માં આ જમીન મોહમ્મદ યાસીનને કૃષિ માટે લીઝ પર આપી હતી. અબ્દુલ મલિક અને સફિયા મલિક આ જમીનની દેખરેખ રાખી રહ્યા હતા. નગર નિગમે 30મી જાન્યુઆરીએ ગેરકાયદે હટાવવાની નોટિસ આપી હતી, જે મામલે સફિયાના વકીલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.


Google NewsGoogle News