HAL દ્વારા ટ્વિન સીટર લાઇટ-કોમ્બેટ એર-ક્રાફ્ટ IAF ને બુધવારે અર્પિત કરાયું

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
HAL દ્વારા ટ્વિન સીટર લાઇટ-કોમ્બેટ એર-ક્રાફ્ટ IAF ને બુધવારે અર્પિત કરાયું 1 - image


- આ 4.5 જનરેશનનું લાઇટ વેઇટ મલ્ટીરોલ ઓલ વેધર એરક્રાફ્ટ જરૂર પડે ફાયટરની ભૂમિકા ભજવી શકે તેમ છે

બેંગાલુરૂ : હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચ.એ.એલ.) દ્વારા બુધવાર ભારતીય વાયુદળ (IAF) ને ટ્વિન સીટર લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ અર્પિત કરાયું છે. આ વિમાન જરૂર પડે ફાઈટર વિમાનની પણ કાર્યવાહી કરી શકે તેમ છે.

આ પ્રસંગે સંરક્ષણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી અજય ભટ્ટ મુખ્ય મહેમાન પદે હતા. આ પ્રસંગે રીલીઝ ટુ સર્વિસ તેમ જ સિગ્નલિંગ આઉટ સર્ટિફિકેટ (એસ.ઓ.સી.) પણ રજુ કરાયાં હતાં. આ પ્રસંગે ચીફ ઓફ એર સ્ટાફ, એર ચીફ માર્શલ વી.આર.ચૌધરી સહિત અન્ય વરિષ્ટ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

આ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (એલ.સી.એ.) ટ્વિન સીટર લાઇટ વેઇટ, ઓલ-વેધર મલ્ટી રોલ ૪.૫ જનરેશનનું એરક્રાફ્ટ છે. તેમાં ટેકનોલોજીનાં વર્તમાન ખ્યાલો જેવા કે, રીલેક્સડ સ્ટેટિક સ્ટેબિલીટી ક્વોટા પોક્સ ફ્લાય બાય વાયર કંટ્રોલ કેર ફ્રી મોડયુલિંગ, એડવાન્સ્ડ ગ્લાસ કોકપીટ, ઇન્ટીગ્રેટેડ ડીજીટલ એવીયોનિક્સ સીસ્ટીમ્સ અને એડવાન્સ્ડ કોમ્પોઝિટ મટીરીયલ્સ ફોર એર ફ્રેમ, નો સમાવેશ કરાયો છે. તેમ પણ એચ.એ.એલ. દ્વારા કહેવામાં આવ્યું છે.

આ વિમાન આત્મનિર્ભર ભારતની ખાદ્યમાં એક નવું છોગું બની રહેશે. તેમ સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે. એચ.એ.એલ. વધુમાં જણાવે છે કે આથી ભારત દુનિયાના થોડા એક જ એલિટ દેશોમાં પોતાનું સ્થાન સ્થિર કરી રહેશે. આથી આગળ આવવા માગતા પાયલોટસને પ્રોત્સાહન પણ મળશે.


Google NewsGoogle News