Get The App

VIDEO: રાજસ્થાનમાં કરાવૃષ્ટિ થતાં જાણે બરફની ચાદર પથરાઈ, ઊભા પાકને થયું નુકસાન

Updated: Mar 1st, 2025


Google NewsGoogle News
VIDEO: રાજસ્થાનમાં કરાવૃષ્ટિ થતાં જાણે બરફની ચાદર પથરાઈ, ઊભા પાકને થયું નુકસાન 1 - image


Rajasthan Weather Update: રાજસ્થાનમાં હવામાન શુક્રવારે (28મી ફેબ્રુઆરી) બપોર પછી બદલાવ આવ્યો હતો. બિકાનેર જિલ્લાના લુંકરનસર તહસીલ સહિત ચુરુ, નાગૌર, ઝુનઝુનુ અને શેખાવાટીના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ અને બરફના કરાની ચાદર છવાઈ ગઈ હતી. બદલાતા વાતાવરણના કારણે ઘઉં, ચણા, સરસવ અને જીરુંના પાકનો નાશ થયો છે, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. 

ખેતરોમાં બરફની સફેદ ચાદર ફેલાઈ

અહેવાલો અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી હવામાનમાં અચાનક ફેરફાર થયો છે. શુક્રવારે શ્રીગંગાનગર અને જેસલમેર સહિત ઘણાં જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. ચુરુના રતનગઢ તાલુકાના કાંગાર ગામમાં બપોરે અચાનક કરા પડવા લાગ્યા, જેના કારણે ખેતરોમાં બરફની સફેદ ચાદર ફેલાઈ ગઈ. 

માર્ચ મહિનામાં ભારે ગરમી પડશે

હવામાન વિભાગ અનુસાર, નવા પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે આજથી (પહેલી માર્ચ) સુધી હવામાન બદલાતું રહેશે. ગાજવીજ, હળવો વરસાદ અને ભારે પવન પણ રહેશે. આવી સ્થિતિમાં રાજ્યના તમામ જિલ્લાઓના મહત્તમ તાપમાનમાં પણ 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. ત્યારબાદ આગામી ચાર દિવસ સુધી હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા છે. આ ઉપરાંત માર્ચ 2025 દરમિયાન, રાજ્યના મોટાભાગના ભાગોમાં લઘુતમ અને મહત્તમ તાપમાન સરેરાશ કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે. જેના કારણે ભારે ગરમી પડવાની શક્યતા છે.


Google NewsGoogle News