Get The App

આધાર કાર્ડમાં સરનામું બદલવાનું હતું અને એક ઠગના જાળમાં ફસાઈ મહિલા, તમે ના કરતા આવી ભૂલ

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
આધાર કાર્ડમાં સરનામું બદલવાનું હતું અને એક ઠગના જાળમાં ફસાઈ મહિલા, તમે ના કરતા આવી ભૂલ 1 - image


Image Source: Wikipedia

નવી દિલ્હી, તા. 29 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર

નોઈડામાં રહેતી એક યુવતીની પાસે સાઈબર ક્રિમિનલ્સે ફોન કરીને આધાર કાર્ડમાં ઘરનું એડ્રેસ બદલવા માટે કહ્યુ અને મોબાઈલ પર એક એપ ડાઉનલોડ કરી દીધી. જે બાદ યુવતીનું એકાઉન્ટ ખાલી થઈ ગયુ અને સાથે જ સાયબર ક્રિમિનલ્સના નંબર યુવતીના મોબાઈલ પર ડાયવર્ટ કરી દેવાયા. તેનાથી પરેશાન યુવતીએ નોઈડામાં કેસ નોંધાવ્યો છે.

યુવતીએ આધાર કાર્ડ અપડેશન સેન્ટર સર્ચ કર્યુ હતુ અને ફસાઈ ગઈ જાળમાં

નોઈડાના સેક્ટર 78 સ્થિત એક સોસાયટીમાં રહેતી મુનમુન ભટ્ટાચાર્યના આધાર કાર્ડ પર ઘરનું એડ્રેસ બદલાવાનું હતુ. જે માટે તેણે ઈન્ટરનેટ પર આધાર કાર્ડ અપડેશન સેન્ટર સર્ચ કર્યુ હતુ. જેના થોડા સમય બાદ જ એક યુવકનું મુનમુનની પાસે ફોન આવ્યો અને તેણે પોતાને આધાર કાર્ડ અપડેશન સેન્ટરનો કર્મચારી ગણાવ્યો. આરોપીએ મુનમુનને કહ્યુ કે તે ઘરે બેઠા જ એડ્રેસ ચેન્જ કરી દેશે.

આ માટે તેણે મુનમુન ભટ્ટાચાર્યને આધાર કાર્ડ અને બેન્ક સંબંધી જાણકારી માંગી. જેના થોડા સમય બાદ તેના મોબાઈલ પર Avval Desk App ડાઉનલોડ કરી દીધી. આ એપને ડાઉનલોડ કર્યા બાદ મુનમુનના મોબાઈલનું રિમોટ એક્સેસ સાયબર ક્રિમિનલ્સની પાસે જતુ રહ્યુ અને તેણે થોડા જ સમયમાં ખાતુ ખાલી કરી દીધુ અને 50 હજાર રૂપિયા કાઢી દીધા. એટલુ જ નહીં સાયબર ક્રિમિનલ્સે મુનમુનના મોબાઈલ પર ઘણા સાયબર ક્રિમિનલ્સના નંબર ડાયવર્ટ કરી દીધા. તેનાથી યુવતી ખૂબ પરેશાન થઈ ગઈ અને પોલીસને ફરિયાદ કરી. નોઈડાના એડિશનલ ડીસીપીનું કહેવુ છે કે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને જે નંબરથી યુવતીને ફોન આવ્યો હતો. તે નંબરની તપાસ કરવામાં આવી રહી છે.

હંમેશા રાખો આ બાબતોનું ધ્યાન

- કોઈ પણ અજાણ્યા વ્યક્તિને પોતાના ખાતા અને કોઈ સરનામાના પુરાવા વગેરેની જાણકારી આપશો નહીં. 

- કોઈ પણ અજાણ્યા શખ્સને પોતાના ખાતા અને કોઈ એડ્રેસ પ્રૂફ વગેરેની જાણકારી આપશો નહીં.

- ફોન પર વાત કરતા કોઈ પણ વ્યક્તિના કહેવા પર કોઈ પણ એપ ડાઉનલોડ ન કરો. સાયબર ક્રિમિનલ્સ તમારી પાસેથી રિમોટ એપ ડાઉનલોડ કરીને તમારા મોબાઈલનું એક્સેસ લઈ જશે અને તમારુ ખાતુ ખાલી થઈ જશે. 

- કોઈ પણ જાણકારી કે સામાન ખરીદવા માટે ઈન્ટરનેટ પર સર્ચ કરવા દરમિયાન સાવધાની રાખો અને તેને કંપનીના વેબસાઈટ પર જઈને તેની જાણકારી કે કોન્ટેક્ટ નંબર પ્રાપ્ત કરો. 

- સાયબર ક્રાઈમ થવા પર સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર તાત્કાલિક ફોન કરો. 


Google NewsGoogle News