માથું દુ:ખાયું તો ઘરે ફોન કર્યો અને...: લદાખમાં બાઇક ટ્રીપ કરવા ગયેલ 27 વર્ષીય યુવકનું નિધન
Image: Facebook
Youth Dies in Ladakh: નોઈડામાં કામ કરનાર 27 વર્ષીય એક યુવકનું ગુરુવારે લેહ ટ્રીપ દરમિયાન મોત નીપજ્યુ. તે બાઇક ટ્રીપ પર નીકળ્યો હતો. ગુરુવારે ઓક્સિજનની ઉણપના કારણે તેને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. બાદમાં તેનું લેહમાં મૃત્યુ થયુ. રિપોર્ટ અનુસાર યુવક મૂળ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો રહેવાસી ચિન્મય શર્મા છે. તે એકલો જ લદાખના પહાડી વિસ્તારોમાં ફરવા માટે નીકળ્યો હતો. તે નોઈડામાં એક ડિજિટલ માર્કેટિંગ એજન્સીમાં કામ કરતો હતો. માતા-પિતાનો તે એકમાત્ર પુત્ર હતો. માતા-પિતા નોઈડાથી 129 કિ.મી દૂર મુઝફ્ફરનગરમાં શિક્ષક છે.
રિપોર્ટ અનુસાર સોમવારે ચિન્મય શર્માને માથાનો દુખાવો થયો. ચિન્મયે પોતાના પિતાને ફોન પર આ વિશે માહિતી આપી અને તે જ સાંજે ફરીથી ચિન્મયે પોતાના પિતાને જણાવ્યું કે મને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી છે. ચિન્મયના પિતાએ પુત્રને હોસ્પિટલ લઈ જવા માટે હોટલના કર્મચારીઓને બોલાવ્યા. ચિન્મયના માતા-પિતા શહેર પહોંચે તે પહેલા જ તેનું લેહના હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. ચિન્મયના પાર્થિવદેહને તેના ગૃહ નગર મુઝફ્ફરનગર લઈ જવાયો જ્યાં શુક્રવારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
શા માટે આરામ કરવાની સલાહ આપવામાં આવે છે?
ઘણીવખત લદાખની ટ્રીપ દરમિયાન ઘણા પર્યટકોને ઊંચાઈવાળા વિસ્તારમાં ઓક્સિજનની ઉણપ અનુભવાય છે. દરમિયાન ત્યાં જતાં પર્યટકોને સલાહ આપવામાં આવે છે કે તે પોતાના શરીરમાં ઓક્સિજનનું સ્તર જાળવી રાખવા માટે હોટલ કે રોકાવાના સ્થળ પર લગભગ 2 દિવસનો આરામ કરે.
ઊંચાઈ પર કઈ બિમારી થાય છે?
ઊંચાઈની બિમારી, જેને એક્યૂટ માઉન્ટેન સિકનેસ (એએમએસ) તરીકે ઓળખવામાં આવે છે. આ ત્યારે થાય છે જ્યારે શરીર ઊંચાઈ પર ઓછા ઓક્સિજનના સ્તરને બેલેન્સ કરવા માટે સંઘર્ષ કરે છે. તેના લક્ષણ માથાનો દુખાવો, ઊલટી, ચક્કર આવવા, થાક અને સૂવામાં તકલીફ સામેલ છે.