વિજ્ઞાનીઓએ ટેકનોલોજીની મદદથી ચમત્કાર સર્જ્યો, આંખની રેટિનાને હેક કરીને નવો રંગ શોધાયો
Eye Retina: વિજ્ઞાનીઓએ પહેલીવાર એક એવો રંગ શોધ્યો છે, જેની લોકોએ કદી કલ્પના પણ નથી કરી. આ વણદેખ્યા રંગને 'ઓલો' નામ અપાયું છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોએ એક અત્યાધુનિક ટેકનીક દ્વારા માનવીય રેટિનાને હેક કરીને માત્ર લીલા રિસેપ્ટર્સ (એમ કોન્સ)ને સક્રિય કર્યા અને એક અદ્ભુત રીતે સેચ્યુરેટેડ રંગને દેખાડ્યો જે બ્લ્યુ-ગ્રીનની હદમાં છે પણ તેના ઘણો વધુ તીવ્ર અને ગાઢ છે.
‘ઓલો નામ વૈજ્ઞાનિક કોડિંગ 0,1,0 પરથી રાખવામાં આવ્યું છે, જેમાં માત્ર એમ કોનને સક્રિય કરવામાં આવ્યો અને બાકીના કોન નિષ્ક્રિય રાખવામાં આવ્યા. આ પ્રયોગ માટે એઓ અને ઓસીટી ટેકનીકનો ઉપયોગ કરાયો, જેમાં હાઈ રેઝોલ્યુશન રેટિના મેપિંગ, સચોટ લેસર સ્ટિમ્યુલેશન અને આંખોની સૂક્ષ્મ ગતિવિધિ પર નિયંત્રણ સામેલ હતું.
આ પણ વાંચો: દિલ્હી હાઇકોર્ટની સ્પષ્ટતા, જજ યથવંતના 52 કેસની ફરી સુનાવણી થશે
ઓલોને જોનારા સહભાગીઓએ તેને એક એલિયન રંગ ગણાવ્યો જે કોઈપણ અન્ય સામાન્ય રંગથી અલગ જ હતો. આ શોધ માત્ર રંગોને નવી પરિભાષા નથી આપતી, પણ રંગદ્રષ્ટિહીનતા, નેત્ર રોગોની સારવાર અને ટેટ્રાકોમૈસી જેવી જટિલ સ્થિતિને ઊંડાણથી સમજવામાં પણ સહાયકારક થશે. જો કે હાલતો આ ટેકનીક મર્યાદિત અને અત્યાધિક મોંઘી છે, પણ ઓલો એ વાતનું પ્રમાણ છે કે આપણી દ્રષ્ટિ અને સમજની સીમા વિજ્ઞાનની સાથે હજી આગળ જઈ શકે છે. આ માનવ અનુભૂતિના નવા આયામની શરૂઆત છે.