Get The App

જ્ઞાનવાપી કેસમાં હિન્દૂ પક્ષને ઝટકો, વારાણસી કોર્ટે સર્વેની માંગ કરતી અરજી ફગાવી

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
જ્ઞાનવાપી કેસમાં હિન્દૂ પક્ષને ઝટકો, વારાણસી કોર્ટે સર્વેની માંગ કરતી અરજી ફગાવી 1 - image


Gyanvapi Case ASI Survey : વિવાદાસ્પદ જ્ઞાનવાપી કેસમાં વારાણસી કોર્ટે હિંદુ પક્ષને ઝટકો આપતો નિર્ણય સંભળાવ્યો છે. આ કેસમાં વારાણસીના સિવિલ જજ સીનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેકે હિંદુ પક્ષની અરજી ફગાવી દીધી છે.

મુસ્લિમ પક્ષે હિંદુ પક્ષની અરજીનો કર્યો વિરોધ

હિંદુ પક્ષે જ્ઞાનવાપીના મુખ્ય ગુંબજ નીચે શિવલિંગ હોવાનો દાવો કરીને ખોદકામ કરાવી ASI સરવે કરવાની માંગ કરી હતી. જોકે બીજીતરફ મુસ્લિમ પક્ષે હિંદુ પક્ષની અરજીનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, ખોદકામ કરવાથી મસ્જિદ સ્થળને નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો : મહાવિકાસ અઘાડીમાં બળવો ! સપાએ અલ્ટીમેટમ આપી કહ્યું, ‘પાંચ બેઠકો આપો નહીં તો...’

જ્ઞાનવાપી મુદ્દે 1991થી ચાલી રહ્યો છે વિવાદ

ઉલ્લેખનીય છે કે, ઘણા વર્ષોથી જ્ઞાનવાપી મસ્જિદ મામલે ભારે વિવાદ ચાલી રહ્યો છે. વર્ષ 1991માં જ્ઞાનવાપી મસ્જિદ પર માલિકી હક્ક માટે હરિહર પાંડે, સોમનાથ વ્યાસ અને રામરંગ શર્મા દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. લગભગ બે દાયકાથી ચાલી રહેલી સુનાવણી બાદ હિંદુ પક્ષ દ્વારા વારાણસીની સિવિલ જજ સીનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટમાં બે માંગણી રાખવામાં આવી.

હિંદુ પક્ષની માંગ

હિંદુ પક્ષની માંગ હતી કે, વજુખાનાનો ASI સર્વે કરાવવો જોઈએ, જેથી એ જાણી શકાય કે ત્યાં ખરેખર શિવલિંગ છે કે ફુવારો... હિન્દુ પક્ષનો દાવો છે કે, મસ્જિદના મુખ્ય ગુંબજની નીચે 100 ફૂટનું શિવલિંગ છે. આવી સ્થિતિમાં મસ્જિદની રચનાને નુકસાન પહોંચાડ્યા વિના ખોદકામ કરવું જોઈએ, જેથી શિવલિંગનો દાવો જાણી શકાય. હિંદુ પક્ષ માટે કોર્ટનો રસ્તો સરળ નથી, કારણ કે તેની પાછળ સુપ્રીમ કોર્ટના નિર્દેશો છે. વાસ્તવમાં વજુખાનાને સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર સીલ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર તવાઈ, પંજાબ સહિત અનેક રાજ્યોમાંથી 7 શૂટર્સની ધરપકડ, દિલ્હી પોલીસની કાર્યવાહી


Google NewsGoogle News