Get The App

જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને ઝટકો, હાઈકોર્ટે તમામ અરજી ફગાવી, આ એક્ટનો હવાલો આપ્યો હતો

અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસી કોર્ટને 6 મહિનામાં કેસની સૂનાવણી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો

અગાઉ હાઈકોર્ટે 8મી ડિસેમ્બરે તમામ દલીલો સાંભળ્યા બાદ નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને ઝટકો, હાઈકોર્ટે તમામ અરજી ફગાવી, આ એક્ટનો હવાલો આપ્યો હતો 1 - image


Gyanvapi Case : જ્ઞાનવાપી મસ્જિદ મામલે અલ્હાબાદ હાઈકોર્ટ આજે ચુકાદો આપ્યો છે જેમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપતા તેમની પાંચ અરજીને ફગાવી દીધી છે તેમજ હાઈકોર્ટે 1991ના કેસની સુનાવણીને મંજૂરી આપી દીધી છે.

મુસ્લિમ પક્ષની પાંચ અરજીઓ હાઈકોર્ટે ફગાવી

આજે જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની ખંડપીઠે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ અને કાશી વિશ્વનાથ મંદિર વચ્ચેના માલિકી વિવાદ અંગે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને અંજુમન મસ્જિદ કમિટિ દ્વારા કરવામાં આવેલી પાંચેય અરજીને ફગાવી દીધી હતી અને 1991ના કેસની સુનાવણીને મંજૂરી આપી હતી તેમજ વારાણસી કોર્ટને 6 મહિનામાં કેસની સૂનાવણી પૂર્ણ કરવાનો આદેશ પણ આપ્યો હતો. આ અગાઉ હાઈકોર્ટે 8મી ડિસેમ્બરે તમામ દલીલો સાંભળ્યા બાદ નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો.

જ્ઞાનવાપીનો મામલો પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટના દાયરાથી બહાર : અલ્હાબાદ HC

અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે આ મામલો પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991ના દાયરાની બહાર છે, એવામાં આ કેસની સુનાવણી નીચલી કોર્ટમાં જ થઈ શકે છે. આ નિર્ણયથી જ્ઞાનવાપી પરીસરમાં કરાયેલા સરવે પર પણ અસર થઈ શકે છે. હિન્દું પક્ષનું કહેવું છે કે હાલમાં જ થયેલા સરવેમાં વજુખાના સહિત બાકી રહેલો જે એરિયા રહી ગયો છે તેમનો પણ સરવે કરી શકાય છે અને આ ઉપરાંત ખોદકામની પણ પરવાનગી આપી શકાય છે. મુસ્લિમ પક્ષે દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યુ હતું કે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991 હેઠળ આ મામલેમાં સુનાવણી કરવામાં આવી શકે નહીં, જો કે હાઈકોર્ટે આજે સ્પષ્ટ કર્યું છે કે આ મામલામાં આ નિયમ લાગુ પડતો નથી.

શું છે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991?

આ કાયદાને વર્ષ 1991માં તત્કાલિન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના કાર્યકાળમાં લાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ 15 ઓગસ્ટ 1947 પહેલાના કોઈપણ ધર્મના પૂજા સ્થળને કોઈ બીજા ધર્મના પૂજા સ્થળમાં બદલી શકાય નહીં. આ એક્ટમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઈ આવું કરે છે તો તેને જેલમાં મોકલી શકાય છે. કાયદા મુજબ ધાર્મિક સ્થળો આઝાદી સમયમાં જેવા હતા તેવા જ રહેશે. સુપ્રીમ કોર્ટમાં આ એક્ટને પડકારતી અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે જેમાં આ કાયદાની માન્યતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને ઝટકો, હાઈકોર્ટે તમામ અરજી ફગાવી, આ એક્ટનો હવાલો આપ્યો હતો 2 - image


Google NewsGoogle News