સુખબીર સિંહ સંધૂ અને જ્ઞાનેશ કુમારને બનાવાયા ચૂંટણી કમિશનર, નોટિફિકેશન જાહેર

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
સુખબીર સિંહ સંધૂ અને જ્ઞાનેશ કુમારને બનાવાયા ચૂંટણી કમિશનર, નોટિફિકેશન જાહેર 1 - image


Election Commissioner : પૂર્વ બ્યૂરોક્રેટ્સ સુખબીર સિંહ સંધૂ અને જ્ઞાનેશ કુમારને નવા ચૂંટણી કમિશનર બનાવાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ બંને નામો પર મહોર લાગી છે. જોકે, ચૂંટણી પંચે અનૂપ ચંદ્ર પાંડેના રિટાયર થવા અને ગત અઠવાડિયે અરૂણ ગોયલના રાજીનામાં બાદ બે જગ્યા ખાલી પડી હતી. લોકસભા ચૂંટણીના એલાનના થોડા સમય પહેલા માત્ર ચૂંટણી કમિશનર રાજીવ કુમાર બચ્યા હતા. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા વાળી પેનલની બેઠક બોલાવાઈ હતી. આ અંગે નોટિફિકેશન પર બહાર પડાયું છે.

સુખબીર સિંહ સંધૂ અને જ્ઞાનેશ કુમારને બનાવાયા ચૂંટણી કમિશનર, નોટિફિકેશન જાહેર 2 - image

અધીર રંજન ચૌધરીએ પહેલા જ કરી દીધું હતું નામોનું એલાન

આ અગાઉ પહેલી પેનલમાં સામેલ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ બેઠક બાદ જ જણાવી દીધું હતું કે પૂર્વ બ્યુરોક્રેટ્સ સુખબીર સંધૂ અને જ્ઞાનેશ કુમારને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સમિતિ સમક્ષ છ નામો મૂકવામાં આવ્યા હતા, જેમાંથી આ બે નામોને મંજૂરી આપવામાં આવી હતી. સરકાર પહેલા કોંગ્રેસ (Congress)ના નેતા અધીર રંજન ચૌધરીએ આજે મીડિયાને આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે અધીર રંજન ચૌધરી પણ ચૂંટણી કમિશનરની પસંદગી સાથે જોડાયેલી સમિતિનો ભાગ છે. બેઠક બાદ સમિતિના સભ્ય અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે 

કોણ છે સુખબીર સિંહ સંધૂ?

1963માં જન્મેલા સુખબીર સિંહ 1988 બેચના નિવૃત્ત IAS અધિકારી છે. તે ઉત્તરાખંડ કેડરના અધિકારી છે. સુખબીર સિંહ ઉત્તરાખંડના મુખ્ય સચિવ રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિક સચિવ, માનવ સંસાધન વિકાસ મંત્રાલયના અધિક સચિવ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના અધ્યક્ષ જેવા મહત્વના હોદ્દા પર રહી ચૂક્યા છે. સુખબીર સિંહ સંધૂએ અમૃતસરની સરકારી મેડિકલ કોલેજમાંથી MBBS કર્યું છે. તેમણે ગુરુ નાનક દેવ યુનિવર્સિટી અમૃતસરથી ઇતિહાસમાં માસ્ટર્સ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંધૂ પાસે કાયદાની ડિગ્રી પણ છે.

કોણ છે જ્ઞાનેશ કુમાર?

જ્ઞાનેશ કુમાર 1988 બેચના IAS ઓફિસર છે. તેઓ 31 જાન્યુઆરી 2024ના રોજ નિવૃત્ત થયા હતા. જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના અધિકારી છે. જ્ઞાનેશ કુમારને અમિત શાહના નજીકના માનવામાં આવે છે. તેઓ સંસદીય બાબતોના મંત્રાલયમાં સચિવ તરીકે કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ કેન્દ્રીય સહકાર મંત્રાલયમાં સચિવ પણ રહી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૃહ મંત્રાલયમાં રહીને જ્ઞાનેશ કુમારે રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે કલમ 370 દૂર કરવામાં આવી ત્યારે તેઓ ગૃહ મંત્રાલયમાં જમ્મુ અને કાશ્મીર ડેસ્કના પ્રભારી હતા.


Google NewsGoogle News