Get The App

લાલુ યાદવની મુશ્કેલીમાં વધારો! પૂર્વ મુખ્યમંત્રી વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યુ, જાણો સમગ્ર મામલો

Updated: Apr 5th, 2024


Google NewsGoogle News
લાલુ યાદવની મુશ્કેલીમાં વધારો! પૂર્વ મુખ્યમંત્રી વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યુ, જાણો સમગ્ર મામલો 1 - image


Arrest Warrant Against Lalu Prasad Yadav: લોકસભા ચૂંટણી તૈયારીઓ વચ્ચે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને મોટો ઝટકો લાગ્યો છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરની એમપી-એમએલએ કોર્ટે હથિયારોની તસ્કરીના જૂના કેસમાં લાલુ પ્રસાદ યાદવ સામે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું છે. હથિયારોની તસ્કરીના કેસમાં આરોપી 22 લોકોમાં તેમનું નામ પણ સામેલ હતું.

લાલુ પ્રસાદ યાદવ સામે કાર્યવાહી

ગ્વાલિયર કોર્ટે 1998માં આ કેસમાં લાલુ પ્રસાદ યાદવને ફરાર જાહેર કર્યા હતા. એવું કહેવાય છે કે યુપીની એક ફર્મના ડાયરેક્ટર રાજકુમાર શર્માએ ગ્વાલિયરમાં છેતરપિંડી કરીને હથિયારો અને કારતુસ ખરીદ્યા હતા અને બિહારમાં વેચ્યા હતા. આ હથિયારો લાલુ પ્રસાદ યાદવને પણ વેચવામાં આવ્યા હતા. આ કેસમાં કુલ 22 આરોપીઓ છે. લાલુ પ્રસાદ યાદવ સહિત 14 ફરાર છે. 6 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી રહી છે જ્યારે 2ના મોત થયા છે.

નામ અંગેની મૂંઝવણનો અંત

લાલુ પ્રસાદ યાદવ આ કેસમાં આરોપી છે પરંતુ તેઓ આરજેડી નેતા અને બિહારના પૂર્વ સીએમ છે, આ અંગે થોડી મૂંઝવણ હતી. દસ્તાવેજોમાં આરોપી લાલુ પ્રસાદના પિતાનું નામ કુન્દ્રિકા સિંહ લખવામાં આવ્યું છે. આરજેડી નેતા લાલુ પ્રસાદના પિતાનું નામ કુંદન રાય છે. લાલુ પ્રસાદના પિતાનું નામ ફરારી પંચનામામાં જ લખાયેલું છે. જો કે, પૂર્વ સાંસદ અને ધારાસભ્ય લાલુ પ્રસાદ યાદવના ઉલ્લેખ સાથે આ મૂંઝવણનો અંત આવ્યો અને પછી કેસ એમપી-એમએલએ કોર્ટમાં ગયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, 'આ કેસમાં આરોપી લાલુ પ્રસાદ યાદવ બીજું કોઈ નહીં પરંતુ આરજેડી નેતા અને બિહારના પૂર્વ સીએમ છે. તેના આધારે તેમને આરોપી બનાવવામાં આવ્યો છે અને ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે.' પોલીસે સંપૂર્ણ તપાસ બાદ જ લાલુ પ્રસાદ યાદવને આરોપી બનાવ્યા છે. આ કેસ એમપી-એમએલએ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. એમપી-એમએલએ કોર્ટે ધરપકડ વોરંટ ઈસ્યુ કરીને લાલુ પ્રસાદ યાદવને સમન્સ પાઠવ્યું છે.

લાલુ યાદવની મુશ્કેલીમાં વધારો! પૂર્વ મુખ્યમંત્રી વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યુ, જાણો સમગ્ર મામલો 2 - image



Google NewsGoogle News