તુ બે કોડીનો પોલીસવાળો, એટલા જૂતાં મારીશ...' ભાજપના પૂર્વ કાઉન્સિલરનો ધમકાવતો VIDEO વાયરલ
જાહેરમાં દારૂ પીવાના મામલે પોલીસે અનુજ નામના એક છોકરાની ધરપકડ કરી હતી
ગુડ્ડુએ ત્યાં હાજર એક યુવતી પર પોલીસકર્મીઓ પર છેડતીનો આરોપ લગાવવાનું પણ દબાણ કર્યું
Gwalior Former BJP Councilor Threatened Policemen : મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પોલીસકર્મીઓને ધમકાવવાનો મામલો સામે આવ્યો છે. ભાજપના પૂર્વ કાઉન્સિલરના ગેરવર્તનનો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો ગોસપુરા નંબર-1નો છે અને કાઉન્સિલરનું નામ ગુડ્ડુ રત્નાકર જણાવવામાં આવ્યું છે. દારૂડિયાઓ દ્વારા હિંસાની માહિતી મળતાં જ ગ્વાલિયર પોલીસ ઘટનાસ્થળે ગઈ હતી. જે બાદ આ સમગ્ર વિવાદ શરૂ થયો હતો.
પોલીસે અનુજ નામના એક છોકરાની ધરપકડ કરી
ગ્વાલિયરના વોર્ડ-11,અ ગોસપુરા નંબર-1માં પોલીસકર્મીઓ સાથે પૂર્વ કાઉન્સિલરનો વિવાદ થયો હતો. પોલીસને માહિતી મળી હતી કે કેટલાંક દારૂડિયાઓ જાહેરમાં દારૂ પીવી રહ્યા હતા. પોલીસે અનુજ નામના એક છોકરાની ધરપકડ કરી હતી. તે જ સમયે પૂર્વ કાઉન્સિલર ગુડ્ડુ રત્નાકર ત્યાં પહોંચ્યો હતો. તેણે પોલીસકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હતું.
ગુડ્ડુ રત્નાકરે પોલીસકર્મીઓ સાથે કરી ગેરવર્તણૂક
આટલું જ નહીં ગુડ્ડુએ ત્યાં હાજર એક યુવતી પર પોલીસકર્મીઓ પર છેડતીનો આરોપ લગાવવાનું પણ દબાણ કર્યું હતું. આ દરમિયાન ગુડ્ડુ રત્નાકરે એક પોલીસકર્મી સાથે ગેરવર્તણૂક કરી અને કહ્યું, ‘તું બે કોડીનો પોલીસવાળો, તને અહિયાં જ જૂતા મારીશ.’
વિવાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો
પોલીસ અને પૂર્વ કાઉન્સિલર વચ્ચે ત્યારબાદ ખુબ બોલાચાલી થઇ હતી. આ વિવાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં પોલીસે ધરપકડ કરાયેલા યુવકનું મેડિકલ કરાવ્યું અને તે પછી તેને છોડી દીધો હતો. પોલીસકર્મીઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો.
ભાજપના પૂર્વ કાઉન્સિલર સામે પોલીસ કોઈ કાર્યવાહી ન કરી શકી
ભાજપના પૂર્વ કાઉન્સિલર ગુડ્ડુ રત્નાકરનું કહેવું છે કે તેની પોલીસકર્મીઓ સાથે મારપીટ થઇ ન હતી. પોલીસકર્મીઓ અનુજ સાથે મારપીટ કરી રહ્યા હતા અને તેઓ ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ સાથે તેણે કહ્યું અમે હવે કોઈ સામે ફરિયાદ કરવા માંગતા નથી. અંતે ભાજપના પૂર્વ કાઉન્સિલર સામે પોલીસ કોઈ કાર્યવાહી કરી શકી ન હતી.