Get The App

દુર્ગા મંદિરમાં સામૂહિક દુષ્કર્મ કરનારા 8 હેવાન પકડાયા, VIDEO બનાવી વાયરલ કર્યો હતો

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
દુર્ગા મંદિરમાં સામૂહિક દુષ્કર્મ કરનારા 8 હેવાન પકડાયા, VIDEO બનાવી વાયરલ કર્યો હતો 1 - image


Assam Durga Temple News | આસામના ગુવાહાટીમાં એક છોકરી પર સામૂહિક દુષ્કર્મ મામલે 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો હતો જેને ધ્યાનમાં રાખીને જ કાર્યવાહી કરવામાં આવી હતી. પીડિતાની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. 

દુષ્કર્મ બાદ વીડિયો ફરતો કર્યો 

પોલીસે જણાવ્યું કે આ ઘટના 17 નવેમ્બરે દુર્ગા મંદિર પરિસરમાં 'રાસ મહોત્સવ' દરમિયાન બની હતી. આરોપીઓની ઉંમર 18 વર્ષથી 23 વર્ષની વચ્ચે છે. તેમણે કથિત રીતે ગેંગરેપ દરમિયાન એક વીડિયો બનાવ્યો હતો અને તેને અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો. ગુવાહાટી પશ્ચિમના ડીસીપી પદ્મનાથ બરુઆએ જણાવ્યું કે, અમે હજુ સુધી પીડિતાને શોધી શક્યા નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, તે એક અઠવાડિયા પહેલા એક જાહેર સ્થળે જોવા મળી હતી.

કુલ 9 આરોપીઓની હોવાની આશંકા 

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓની સંખ્યા 9 હોવાની શંકા છે. જેમાંથી આઠ નરાધમોની ધરપકડ કરી લેવામાં આવી છે જેમાં રોબિન દાસ, કુલદીપ નાથ (23), બિજોય રાભા (22), પિંકુ દાસ (18), ગગન દાસ (21), સૌરવ બોરો (20), મૃણાલ રાભા (19) અને દીપાંકર મુખિયા (21) )નો સમાવેશ થાય છે. અન્ય એક આરોપીની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

ડીસીપીએ આપ્યું નિવેદન 

ડીસીપી પદ્મનાથ બરુઆએ વધુમાં જણાવ્યું હતું કે, ગુવાહાટીના ગોરચુક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ધર્મેન્દ્ર કલિતાને 12 અને 13 ડિસેમ્બરની વચ્ચેની રાત્રે વોટ્સએપ પર એક વીડિયો મળ્યો હતો. આ વીડિયો ગેંગ રેપની ઘટનાનો હતો. શરૂઆતમાં ગુવાહાટીના બોરાગાંવ વિસ્તારમાંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેમણે બાકીના આરોપીઓના નામો જાહેર કર્યા હતા. આ પછી નૂનમતી અને જલુકબારી જેવા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને બાકીની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓની કબૂલાત... 

પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું કે 17 નવેમ્બરની સાંજે યુવતી એક આરોપી સાથે 'રાસ મહોત્સવ' માટે મંદિરમાં આવી હતી. આ પછી નશામાં ધૂત નવ આરોપીઓએ તેની સાથે કથિત રીતે દુષ્કર્મ કર્યુ અને ઘટના કેમેરામાં રેકોર્ડ કરી લીધી. ડીસીપીએ સોશિયલ મીડિયા યુઝર્સને પણ અપીલ કરી છે કે જો તેઓને કોઈ સોર્સમાંથી વીડિયો મળે તો તેને આગળ શેર ન કરે. વીડિયો શેર કરવો એ ગુનાહિત કૃત્ય છે અને તેને શેર કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

દુર્ગા મંદિરમાં સામૂહિક દુષ્કર્મ કરનારા 8 હેવાન પકડાયા, VIDEO બનાવી વાયરલ કર્યો હતો 2 - image


 


Google NewsGoogle News