ભાજપના સ્ટીકર સાથેની કારે યુવકનો જીવ લીધો, લાયસન્સ નહોતું છતાં આરોપીને અડધો કલાકમાં છોડી મૂકાયો

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
ભાજપના સ્ટીકર સાથેની કારે યુવકનો જીવ લીધો, લાયસન્સ નહોતું છતાં આરોપીને અડધો કલાકમાં છોડી મૂકાયો 1 - image


Gurgaon Sports Bike Accident : હરિયાણાના ગુરુગ્રામમાં કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. ભાજપનું સ્ટીકર ચોંટાડેલી કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં 25 વર્ષના યુવાનનું મોત થવાના કેસમાં આરોપી પાસે લાયસન્સ ન હોવા છતાં તેણે અડધો કલાકમાં છોડી મૂકવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે.

લાયસન્સ નથી છતાં આરોપીને જામીન મળ્યા

અકસ્માત સર્જનાર એસયુવીના ડ્રાઇવર કુલદીપ ઠાકુરની ઘટનાસ્થળે જ ધરપકડ કરવામાં આવી હતી, જો કે તેને જામીન મળ્યા બાદ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસ કહી રહી છે કે, રોંગ સાઇડમાં એસયુવી ચલાવી રહેલા ડ્રાઇવરે હજુ સુધી પોતાનું લાઇસન્સ જ રજૂ કર્યું નથી, તેથી પોલીસ હાલ એવું માની રહી છે કે, કુલદીપ ઠાકુર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ જ નથી. આ બાબત સામે આવ્યા બાદ પોલીસની કાર્યવાહી પર ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે.

અકસ્માત સર્જનાર કાર પર ભાજપ નેતાનું સ્ટીકર

ગુરુગ્રામ પોલીસના જણાવ્યા મુજબ ખાનગી કંપનીમાં કામ કરતો 25 વર્ષીય કુલદીપ ઠાકુર ગુરુગ્રામમાં ભાડેથી રહે છે. કુલદીપની એસયુવી તેના પિતાના નામે રજિસ્ટર છે. પોલીસ રૅકોર્ડમાં એવું પણ બહાર આવ્યું છે કે, કુલદીપ મૂળ બિહારના મધુબનીનો છે અને ચૂંટણી દરમિયાન તે એક નેતાના સોશિયલ મીડિયાને હેન્ડલ કરતો હતો. તેની કાર પર ભાજપ નેતાનું સ્ટીકર પણ જોવા મળ્યું હતું.

પોલીસ પર બેદરકારીનો આરોપ

એસીપી વિકાસ કૌશિકે કહ્યું કે, ‘આરોપી પાસે લાયસન્સ હોવાનો કોઈ પુરાવો નથી અને પોલીસ હવે નવી કલમો હેઠળ કાર્યવાહી કરી રહી છે. જો જરૂર પડશે તો આરોપીની ફરી ધરપકડ કરી શકાય છે અને કડક કલમો ઉમેરી શકાય છે.’

કુલદીપને રોંગ સાઇડ કાર ચલાવવી ભારે પડી

15 સપ્ટેમ્બરના રોજ ગુરુગ્રામમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન ફૂલ સ્પીડે દોડી રહેલી બાઇક અને રોંગ સાઇડે આવી રહેલી એસયુવી કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનામાં અક્ષત ગર્ગનું મૃત્યુ થયું હતું. ટક્કર એટલી ડરામણી હતી કે, અક્ષત બાઇક પરથી ઉછળીને રસ્તા પર પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


Google NewsGoogle News