Get The App

અમેરિકામાં ફરી બંદૂકધારીઓનો બેફામ ગોળીબાર, 3 લોકોના મોત, હુમલાખોરો ફરાર

પીચટ્રી રોડ એનઈમાં ફાયરિંગ થયું હોવાની સૂચના મળતા જ પોલીસ પહોંચી, જોકે તે પહાલ જ હુમલાખોરો ફરાર

અમેરિકામાં ફાયરિંગની સતત બનતી ઘટનાઓથી લોકોમાં ડર, હુમલાખોરોની કરતુતો પણ પોલીસ માટે પણ પડકાર

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
અમેરિકામાં ફરી બંદૂકધારીઓનો બેફામ ગોળીબાર, 3 લોકોના મોત, હુમલાખોરો ફરાર 1 - image

નવી દિલ્હી, તા.10 નવેમ્બર-2023, રવિવાર

Firing In Atlanta, America : અમેરિકામાં અવાર-નવાર બેફામ ગોળીબારોની ઘટનાઓ બની રહી છે. અગાઉ પણ અમેરિકાના કોઈક ને કોઈક શહેરોમાં આવી ઘટનાઓ બની હતી, ત્યારે વધુ શહેરમાં આડેધડ ફાયરિંગમાં 3 લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આવી સતત બનતી ઘટનાઓને કારણે લોકોમાં ડર ઉભો થયો છે, તો હુમલાખોરોની કરતુતો પોલીસ માટે પણ પડકારજનક બાબત બની ગઈ છે. આવી ઘટનાઓથી એવું લાગી રહ્યું છે, ગુનેગારોના મનમાં પોલીસનો કોઈપણ ડર નથી. તાજેતરની ઘટનાની વાત કરીએ તો અમેરિકાના એટલાન્ટા શહેરમાં બેફા ગોળીબારની ઘટના બની છે. હુમલાખોરોએ શનિવારે સાંજે ઘણા લોકો પર આડેધડ ગોળીબાર કરવાનું શરૂ કર્યું, જેમાં 3 લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઉપરાંત એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત પણ થયો છે, જેની હાલ સારવાર ચાલી રહી છે. હુમલાખોરો ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા છે.

ઘટનાને અંજામ આપી હુમલાખોરો ફરાર

US મીડિયા રિપોર્ટ મુજબ એટલાન્ટા પોલીસ વિભાગે જણાવ્યું કે, પીચટ્રી રોડ એનઈમાં સાંજે ગોળીબારની ઘટા બની છે, જેની સૂચના મળતાં જ પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી, જોકે તે પહેલા હુમલાખોરો ફરાર થઈ ગયા છે. પોલીસે જણાવ્યું કે, ઘટનાસ્થળે જ 3 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ચોથા વ્યક્તિનો હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે જણાવ્યું કે હુમલાખોરો કોણ હતા, અને કયા કારણસર ફાયરિંગ કરવામાં આવ્યું, તેની હાલ તપાસ ચાલી રહી છે.


Google NewsGoogle News