સાક્ષી મલિકના સમર્થનમાં 'ગૂંગા પહેલવાન', બોલ્યા- 'હું પણ પરત કરી દઈશ પદ્મશ્રી', તો પૂર્વ રેસલરે નવા ખેલાડીઓને કરી આવી અપીલ
Trouble brews in new WFI : WFIમાં બૃજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહની જીત બાદ વિરોધ શરૂ થયો છે. મહિલા પહેલવાન સાક્ષી મલિકે કુશ્તી છોડવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ શુક્રવારે પહેલવાન બજરંગ પૂનિયાએ પદ્મશ્રી પરત કર્યો હતો. ત્યારે હજુ પણ કેટલાક ખેલાડીઓ જોડાવા લાગ્યા છે. સામે આવ્યું છે કે, ડેફલંપિક્સના ગોલ્ડ વિજેતા વીરેન્દ્ર સિંહ યાદવ, જેમને ગૂંગા પહેલવાનના નામથી ઓળખવામાં આવે છે, તેમણે પણ હવે દેશના મોટા પહેલવાનોની સાથે જોડાતા સરકારને પોતાનો પદ્મશ્રી પરત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે WFI અધ્યક્ષ તરીકે બૃજભૂષણ શરણસિંહના વફાદાર સંજય સિંહની પસંદગી પર વિરોધ દર્શાવ્યો છે. વીરેન્દ્રએ કહ્યું કે, તેઓ બૃજભૂષણના નજીકના સહયોગીની પસંદગીના વિરોધમાં સન્માન પરત કરી દેશે.
હું પોતાની બહેન અને દેશની દીકરી માટે પદ્મશ્રી પરત કરી દઈશ: ગૂંગા પહેલવાન
વીરેન્દ્રએ X પર લખ્યું કે, હું પોતાની બહેન અને દેશની દીકરી માટે પદ્મશ્રી પરત કરી દઈશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી, મને તમારી દીકરી અને મારી બહેન સાક્ષી મલિક પર ગર્વ છે. તેમણે સચિન તેંડુલકર અને નીરજ ચોપડા જેવા દેશની પ્રતિષ્ઠિત ખેલ હસ્તિઓને પણ આ મુદ્દે પોતાનો મત આપવા આગ્રહ કર્યો. વીરેન્દ્રએ પોસ્ટમાં સચિન તેંડુલકર અને નીચર ચોપરાને ડેક કરતા કહ્યું કે, હું દેશના મોટા ખેલાડીઓને પણ પોતાનો ઓપિનિયન આપવાની અપીલ કરીશ.
2001ના પદ્મશ્રી સન્માનિત છે વીરેન્દ્ર
વીરેન્દ્રને 2021માં દેશે ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી મળ્યો હતો. આ પહેલા તેમને 2015માં અર્જુન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. ટોક્યો ઓલમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ દ્વારા X પર શેર કરવામાં આવેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું કે, હું પોતાનો પદ્મશ્રી પુરસ્કાર વડાપ્રધાનને પરત કરી રહ્યો છું. ગુરુવારે સંજયને WFIના અધ્યક્ષ તરીકે પસંદ કરાયા, જ્યારે તેમના નેતૃત્વવાળી પેનલે 15માંથી 13 મેટલ જીત્યા.
બજરંગ પૂનિયાએ પણ પરત કર્યો પોતાનો પદ્મશ્રી
પૂર્વ WFIના પ્રમુખ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનના મુખ્ય ચહેરામાંથી એક બજરંગ પૂનિયાએ શુક્રવારે પોતાનો પદ્મશ્રી પરત કરી દીધો હતો.
કોઈ રાજનીતિમાં ન પડે નવા ખેલાડીઓઃ સંગ્રામ સિંહ
પૂર્વ પહેલવાન સંગ્રામ સિંહે પણ આ મામલે પોતાની વાત રાખતા કહ્યું કે, 'હું તમામ પહેલવાનો અને મહત્વાકાંક્ષી પહેલવાનોને અપીલ કરવા માંગું છું કે, આપણે પોતાના કરિયર પર ધ્યાન આપવું જોઈએ. લોકો તમને ગુમરાહ કરશે અને વાતો સાંભળ્યા બાદ તમે રાજનેતા, અભિનેતા, ઉદ્યોગસાહસિક કે સમાજવાદી બનવા માંગશે.' પરંતુ બાદમાં પછતાવો થાય છે જ્યારે આપણે પોતાના કરિયર ગુમાવી દઈએ છીએ... આપણે સૌએ દેશ માટે વિચારવું જોઈએ. સરકારો આવશે, સરકારો જશે પરંતુ દેશ હંમેશા રહેશે.