Get The App

મહાકુંભથી પાછા આવતા ગુજરાતના 4 શ્રદ્ધાળુના દર્દનાક મોત, યુપીમાં કાર-ટ્રક વચ્ચે ભીષણ ટક્કર

Updated: Mar 1st, 2025


Google NewsGoogle News
મહાકુંભથી પાછા આવતા ગુજરાતના 4 શ્રદ્ધાળુના દર્દનાક મોત, યુપીમાં કાર-ટ્રક વચ્ચે ભીષણ ટક્કર 1 - image


Road Accident in Uttar Pradesh: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ઝાંસી-કાનપુર હાઈવે પર એક ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો હતો. કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 4 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. મૃતકોમાં ગારિયાધાર અને ભાલવાવના ચાર લોકો સામેલ છે જ્યારે અન્ય એક  ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્ત યુવતીને ઝાંસીની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. અકસ્માત શુક્રવારે (28મી ફેબ્રુઆરી) સવારે 4 વાગ્યે થયો હતો. 

મૃતકોમાં કોણ કોણ સામેલ? 

મળતી માહિતી અનુસાર, મૃતકોમાં ગારિયાધારના રૂપાવટીના બિપિનભાઈ અને ભાવનાબેન જ્યારે ભાલવાવના જગદીશભાઈ અને કૈલાશબેનનો સમાવેશ થાય છે. જ્યારે   દીકરી ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. આ ગમખ્વાર અકસ્માત એટલો ભયાનક હતો કે પ્રયાગરાજથી પાછો આવતો પરિવાર કાળનો કોળિયો બની ગયો હતો. 

મહાકુંભથી પાછા આવતા ગુજરાતના 4 શ્રદ્ધાળુના દર્દનાક મોત, યુપીમાં કાર-ટ્રક વચ્ચે ભીષણ ટક્કર 2 - image

પોલીસે શું કહ્યું? 

અકસ્માતના અહેવાલથી વિસ્તારમાં સોંપો પડી ગયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે જણાવ્યું કે ગુજરાતના પરિવારની કાર પૂરપાટ ઝડપે દોડી રહી હતી અને એકાએક ડ્રાઈવરે સ્ટીયરિંગથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનો દાવો છે.

મહાકુંભથી પાછા આવતા ગુજરાતના 4 શ્રદ્ધાળુના દર્દનાક મોત, યુપીમાં કાર-ટ્રક વચ્ચે ભીષણ ટક્કર 3 - image



Google NewsGoogle News