Get The App

ભાવનગર : 10 વર્ષ જુના હાઉસિંગ બોર્ડનું 3 માળનું મકાન ધરાશાઈ

હાઉસિંગ બોર્ડના 3 માળિયા મકાન ધરાશાયી થયો

6 લોકોનું રેસ્ક્યૂ કરાયું, ઘણાં લોકો દબાયા હોવાની આશંકા

Updated: May 21st, 2023


Google NewsGoogle News
ભાવનગર : 10 વર્ષ જુના હાઉસિંગ બોર્ડનું 3 માળનું મકાન ધરાશાઈ 1 - image

ભાવનગર, તા.21 મે-2023, રવિવાર

હાલ ભાવનગરમાં ગંભીર ઘટના સામે આવી છે. અહીં ભરત નગરમાં હાઉસિંગ બોર્ડનું 3 માળનું મકાન ધરાશાઈ થવાની ઘટના સામે આવી છે. આ હાઉસિંગ બોર્ડના મકાનો 10 વર્ષ જૂના હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી છે. હાલ ઘટના સ્થળે રેસ્ક્યુટીમ અને પોલીસનો કાફલો પહોંચી ગયો છે. મળતા અહેવાલો મુજબ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

ઈમારત 10 વર્ષ જૂની

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગરમાં ભરતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના 3 માળિયા મકાન ધરાશાયી થયો છે. આ મકાનની નીચે ઘણા લોકો દબાણ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.  પાપ્ત વિગતો મુજબ કેટલાક લોકો દબાાયા હોવાની માહિતી છે. હાલ રેસેક્યુ ઓપરેશન માટે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. છેલ્લા 10 વર્ષથી અત્યંત જર્જરિત ઇમારત હતી, મળતા અહેવાલો મુજબ હાલ 6 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. હાઉસિંગ બોર્ડના મકાનો છેલ્લા 10 વર્ષથી અત્યંત જર્જરિત બની ચુક્યા છે. અવાર-નવાર હાઉસિંગ મકાનમાં દુર્ઘટનાઓ થતી હતી આમ છતાં અધિકારીઓ દ્વારા રિનોવેશન માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દુર્ધટનાને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે.

અગાઉ અમદાવાદમાં વેજલપુરમાં બની હતી આવી ઘટના

આવી ઘટના અગાઉ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં બની હતી. અહીં 11 મેએ સાંજે સોનલ સિનેમા પાસે યાશમીન ફ્લેટની અંદર આવેલા ગોલ્ડન નામનું 3 માળનું બિલ્ડીંગ ધરાશાયી થયું હતું. ફ્લેટને જર્જરિત જાહેર કરવામાં આવ્યા હતા. મોટા ભાગનાં પરિવારો પહેલેથી જ ફ્લેટ ખાલી કરીને જતા રહ્યા હતા. જ્યારે એક બે પરિવાર જ ફ્લેટમાં રહેતા હતા. 11 મેના સાંજના સુમારે અહીં 3 માળનું બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ જતા નાસભાગ મચી હતી. 


Google NewsGoogle News