ગુજરાત વિધાનસભામાં જે થયું તે કાલે સંસદમાં થશે, રામ મંદિર મુદ્દે સરકાર લાવશે બિલ

કેન્દ્ર સરકારે આવતીકાલે સંસદના બંને ગૃહોમાં રામ મંદિર પર ચર્ચા કરાવવાનો નિર્ણય કર્યો

લોકસભામાં રામ મંદિરની ચર્ચા કરવા બિલ લવાશે, ભાજપે બંને ગૃહોના સાંસદો માટે વ્હિપ જારી કર્યું

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
ગુજરાત વિધાનસભામાં જે થયું તે કાલે સંસદમાં થશે, રામ મંદિર મુદ્દે સરકાર લાવશે બિલ 1 - image


Government Will Discuss Ram Temple In Parliament : ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં રામ મંદિર નિર્માણ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કરાયા બાદ કેન્દ્ર સરકારે આવતીકાલે સંસદના બંને ગૃહોમાં રામ મંદિર પર ચર્ચા કરાવવાનો નિર્ણય કર્યો છે. લોકસભામાં રામ મંદિરની ચર્ચા અંગે સીધી રજુઆત થઈ શકી નથી, તેથી આ માટે એક બિલ લાવવાની પણ તૈયારી કરાઈ છે. કેન્દ્ર સરકારે બંને ગૃહોના ભાજપ સાંસદો માટે વ્હિપ જારી કર્યું છે. 

ગુજરાત વિધાનસભામાં PMની પ્રશંસાનો ઠરાવ પસાર

આ અગાઉ ભાજપ શાસિત ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર (Gujarat Assembly Budget Session) દરમિયાન ઉત્તર પ્રદેશના અયોધ્યામાં નવા રામ મંદિર (Ayodhya Ram Temple)ના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi))ની પ્રશંસા કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કરાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા રજુ કરાયેલ પ્રસ્તાવને BJP સાંસદો ઉપરાંત, વિપક્ષ કોંગ્રેસ (Congress), આમ આદમી પાર્ટી (AAP)ના સભ્યોએ પણ સમર્થન આપ્યું હતું.

આવતીકાલે સંસદ ભવનમાં વડાપ્રધાનનું ભાષણ

આજે સંસદ (Parliament)ના બજેટ સત્રનો અંતિમ દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે 5.00 કલાકે લોકસભા સંસદ ભવનમાં ભાષણ આપશે. વડાપ્રધાનના ભાષણ સાથે લોકસભા સમાપ્ત કરવાનો પ્રસ્તાવ છે. મોદી ભાષણમાં રામ મંદિર ઉપરાંત દેશના અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓનો ઉલ્લેખ કરી શકે છે.


Google NewsGoogle News