Get The App

Fact Check : શું ખરેખર બે હજાર રૂપિયાના UPI ટ્રાન્ઝેક્શન પર GST લાગશે? જાણો સરકારની સ્પષ્ટતા

Updated: Apr 19th, 2025

GS TEAM


Google News
Google News
Fact Check : શું ખરેખર બે હજાર રૂપિયાના UPI ટ્રાન્ઝેક્શન પર GST લાગશે? જાણો સરકારની સ્પષ્ટતા 1 - image


GST On UPI: છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર હવે UPIમાં બે હજાર રૂપિયાથી વધારાના ટ્રાન્ઝેક્શન પર GST લગાવશે. જોકે આ મુદ્દે હવે સરકારે સ્પષ્ટતા કરી છે કે, આવા દાવા નિરાધાર અને ભ્રામક છે. નાણા મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, 'સરકાર 2,000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્જેક્સન પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાદવાનું વિચારી રહી હોવાના દાવા સંપૂર્ણપણે ખોટા, ભ્રામક અને પાયાવિહોણા છે.  હાલમાં સરકાર સમક્ષ આવો કોઈ પ્રસ્તાવ નથી.'

નાણા મંત્રાલયે વધુમાં સમજાવ્યું કે 'GST ચોક્કસ સાધનો દ્વારા કરવામાં આવતી ચુકવણીઓ સંબંધિત મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) જેવા ચાર્જ પર લાદવામાં આવે છે.'

UPI  પર GST 

નાણા મંત્રાલયે કહ્યું કે, 'હાલમાં UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ MDR વસૂલવામાં નથી આવતો. તેથી આ ટ્રાન્ઝેક્શન પર કોઈ GST લાગુ નથી પડતો. સરકાર UPIના માધ્યમથી ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.'

નાણાં મંત્રાલયે અહેવાલોનું ખંડન કર્યું

નાણા મંત્રાલયે કહ્યું કે GST નો ઉપયોગ કરીને કરવામાં આવતી ચુકવણીઓ સંબંધિત મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) જેવા ચાર્જ પર વસૂલવામાં આવે છે. જાન્યુઆરી 2020થી અસરકારક રીતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ 30 ડિસેમ્બર, 2019ના રોજ એક ગેઝેટ ગેઝેટ નોટિફિકેશન દ્વારા પર્સન ટુ મર્ચન્ટ (P2M) UPI ટ્રાન્ઝેક્શન પર MDR હટાવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: VIDEO : જિમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક જ ઢળી પડ્યો યુવક, હાર્ટએટેકથી મોત

કારણ કે, હાલમાં UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ MDR લગાવવામાં નથી આવતો, તેથી કોઈ GST લાગુ નથી પડતો. સરકાર UPI દ્વારા ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. UPIના વિકાસને સમર્થન આપવા અને ટકાવી રાખવા માટે નાણાકીય વર્ષ 2021-22થી સરકાર દ્વારા સંચાલિત પ્રોત્સાહન યોજના કાર્યરત છે.

નાણા મંત્રાલયે કહ્યું કે, આ યોજના ઓછી કિંમતના UPI (P2M) ટ્રાન્ઝેક્શનને લક્ષિત કરે છે, જેનાથી ટ્રાન્ઝેક્શન ખર્ચ ઓછો થવાના કારણે નાના વેપારીઓને લાભ થશે અને ડિજિટલ ચુકવણીમાં વ્યાપક ભાગીદારી અને નવીનતાને પ્રોત્સાહન મળશે.

Tags :