ITCની સિન્ડિકેટ બનાવીને સરકારને રૂ.18 હજાર કરોડનો ચૂનો ચોપડ્યો, 98ની ધરપકડ, 1700 કેસ નોંધાયા

DGGIએ અદ્યતન ટેક્નોલોજીની મદદથી ડેટાનું વિશ્લેષણ કરીને કરચોરી શોધી કાઢી હતી

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
ITCની સિન્ડિકેટ બનાવીને સરકારને રૂ.18 હજાર કરોડનો ચૂનો ચોપડ્યો, 98ની ધરપકડ, 1700 કેસ નોંધાયા 1 - image


GST Fraud: ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ ( GST) છેતરપિંડી કરનારાઓ પર કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પહેલા ત્રિમાસિક ગાળામાં સરકારે સમગ્ર દેશમાં નકલી ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ના 1700 કેસ સામે આવ્યા છે. આઈટીસી સિન્ડિકેટ બનાવીને આ લોકોએ સરકાર સાથે લગભગ 18 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ નકલી આઈટીસી કેસમાં 98 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ (DGGI)એ આ કાર્યવાહી કરી છે.

અહેવાલ અનુસાર, ડીજીજીઆઈએ એપ્રિલ 2023થી ડિસેમ્બર સુધી નકલી આઈટીસી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો. ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટી ઈન્ટેલિજન્સનું ધ્યાન છેતરપિંડી કરીને ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેનારા લોકો પર છે. ડીજીજીઆઈએ દેશભરમાંથી આવી સિન્ડિકેટ ચલાવતા લોકોની ધરપકડ કરી છે. 

નોકરી, કમિશન અને બેંક લોનના નામે છેતરપિંડી કરતા

આઈટીસી સિન્ડિકેટ સામાન્ય લોકો પાસેથી નોકરી, કમિશન અને બેંક લોનના નામે દસ્તાવેજો ભેગા કરે છે. આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને આ લોકોને જાણ કર્યો વિના નકલી કંપનીઓ (શેલ કંપનીઓ) બનાવતા હતા. તો કિસ્સામાં તેમને કેટલાક લાભો આપીને મંજૂરી પણ મેળવી લેતા હતા.

અહેવાલ અનુસાર, આવી જ એક મોટી સિન્ડિકેટ હરિયાણાના સિરસામાંથી ચલાવવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે દિલ્હીના એસડી ટ્રેડર્સ કોઈ સપ્લાય લેતા ન હતા,છતાં તે મોટી સંખ્યામાં ઈ-વે બિલ આપી રહ્યા હતા. દિલ્હી અને હરિયાણાની 38 નકલી કંપનીઓ મળી આવ્યા બાદ સિરસામાં દરોડા  પાડ્યા હતા. આ બધાએ મળીને સરકાર સાથે લગભગ 1100 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.

રાજસ્થાનના જયપુરથી પણ આવો જ કેસ સામે આવ્યો છે. જેમાં સોનીપત અને દિલ્હીની કેટલીક નકલી કંપનીઓ પાસેથી આઈટીસી લીધું હતું, છતાં કોઈ માલ ખરીદ્યો કે વેચ્યો ન હતો. આ લોકોએ મળીને લગભગ 294 નકલી કંપનીઓ બનાવીને 1033 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.


Google NewsGoogle News